________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પ્રભુ મહાવીરદેવના બધથી કૌશિક ઋષિને આત્મા અતિ પ્રસન્ન થયા અને તેણે પ્રભુનું શરણ સ્વીકાર્યું. નેપાલ દેશમાં જ્ઞાનગનાં બીજે સદા રહે એવો સંકલ્પ કર્યો. પ્રભુએ નેપાલભૂતાનને વીરપુરુષે પ્રગટે એવા આશીર્વાદ આપે. પ્રભુ મહાવીરદેવના બોધથી ત્યાં જૈનધર્મને પૂર્ણપણે પ્રકાશ થયે.
પરમાત્મા મહાવીર દેવે ગંગાનદીના કાંઠા પર સમુદ્ર પાસે મુકામ કર્યો. બંને દેશના ઋષિ-મહાત્માઓએ પ્રભુ પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. પ્રભુએ તેઓને સદુપદેશ આપ્યો અને બંગદેશીય મહાત્માઓને તેઓની ઈચ્છા પ્રમાણે ઈષ્ટ વસ્તુઓ દેખાડી. તેમને વિશ્વરૂપ બતાવીને પિતાના ભક્ત બનાવ્યા. બંગદેશવાસીઓમાં અનેક જાતના જૂઠા વહેમે પ્રવેશેલા હતા તથા જૂઠા ભયથી તેઓ નબળા પડ્યા હતા. તે દૂર કર્યા અને ત્યાંના લોકોને ભાવના પ્રમાણે કાર્યસિદ્ધિ થાય છે તેમ સમજાવ્યું. બંગદેશના લોકોને આત્મશક્તિઓ પર વિશ્વાસ કરાવ્યો તથા તેમને વહેમરહિત કર્યા.
પ્રભુએ તેમની પાસે આવેલા લોકોને કહ્યું કે, “તમો પિતાના હાથે વહેમથી નિર્બળ બનો છો. મનમાંથી અનેક પ્રકારના ભાવિ ભયને દૂર કરો. કેઈપણ નિમિત્તથી ભય ન પામે. મન જાતે ભય કે વહેમની કલ્પનાઓ કરીને દુઃખી થાય છે. તમે આત્મબળ પર વિશ્વાસ રાખે અને કેઈથી ભય ન પામે, મનમાં ભયની કલ્પના ન કરે. જે બનવાનું હોય તે સાક્ષી થઈ દેખ્યા કરો.
મનુષ્ય મિથ્યા વહેમની કલ્પનાઓને મનમાં સ્થાન આપી દુઃખી થાય છે. આત્મા વિના આત્માનું બૂરું કરવા કોઈ સમર્થ નથી તેમ સારું કરવા અન્ય કેઈ સમર્થ નથી. મૃત્યુ થવાના મિથ્યા વહેમને દૂર કરે. જડ વસ્તુઓ વડે આત્માને નાશ થતો નથી. વહેમ અને ભયના વિચારમાં જે લેકે સપડાય છે તેઓ આત્મવાદી નથી, પણ અશ્રદ્ધાવાદી છે. નિર્ભય અને નિઃશંક બની સર્વ કર્તવ્ય કર્મો કરો. ઉત્સાહ અને શ્રદ્ધાથી કાર્ય કરે.
For Private And Personal Use Only