________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય હાલ જે વિશ્વ દેખાય છે તે આત્માનું કેવળજ્ઞાન થયા બાદ જુદા પ્રકારનું દેખાશે. વિશ્વના સર્વ જી સાથે પ્રેમથી વર્તો, પણ તેમના સંબંધમાં રહેલ શરીર વગેરે જડ પદાર્થોમાં રાગથી વા શ્રેષથી લેપાઓ નહિ. પ્રથમ મનને શુદ્ધ કરવા જ્ઞાની બને. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સર્વ પ્રકારની સ્વતંત્રતારૂપ પિતે પિતાને દેખશે.
મૌન રહીને જિહુવા પર સંયમ કરવાથી વચનસિદ્ધિરૂપ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મરક્નમાં સંયમ કરવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હૃદયમાં સંયમ કરવાથી તુર્યાવસ્થાની પ્રાપ્તિ થાય છે અને પ્રકૃતિના સંબંધવાળી એવી આત્માની અનેક લબ્ધિઓ પ્રગટે છે. નાભિમાં સંયમ કરવાથી મનુષ્યલકનું જ્ઞાન થાય છે. પાદમાં સંયમ કરવાથી આત્માનું ધર્યરૂપ આત્મબળ ખીલે છે. આંખોમાં સંયમ કરવાથી ચંદ્ર, સૂર્ય વગેરે
જ્યોતિચકનું જ્ઞાન થાય છે. કંઠમાં સંયમ કરવાથી યોગસિદ્ધિ થાય છે. શરીરના દરેક અવયવમાં સંયમ કરવાથી જુદા જુદા પ્રકારની શક્તિ ખીલે છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનું ધ્યાન ધરવાથી આત્માની અનંત શક્તિઓ ખીલે છે. સર્વ ઇન્દ્રિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનું સર્વથા જ્ઞાન થાય છે. પિંડસ્થ ધ્યાનથી બ્રહ્માંડને સાક્ષાત્કાર થાય છે. પિંડ અને બ્રહ્માંડમાં સર્વ બાબતમાં સમાનતા છે. જેટલું પિંડમાં છે તેટલું બ્રહ્માંડમાં છે. ચૌદ રાજલોકની જેવી પિંડની રચના છે. મનુષ્યમાં ચૌદ રાજલોકની સર્વ બાબતનાં બીજકે છે.
જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મા અને પ્રકૃતિ બે વર્તે છે. આત્માની અનુયાયી થઈ પ્રકૃતિ વર્તે છે ત્યારે આત્મા પ્રભુ બને છે. કૌશિક ઋષિ! સ્થૂળ-સૂક્ષ્મ પ્રકૃતિરૂપ વિશ્વ પર આત્મા સામ્રાજ્ય કરે છે ત્યારે તે પરતંત્ર મટીને સ્વતંત્ર થાય છે. આત્મા વિશ્વને અનેક રીતે ફેરવવા કરવા સમર્થ બને છે એ વિશ્વાસ રાખીને આત્મામાં ઊંડા ઊતરે.
For Private And Personal Use Only