________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા રહસ્ય ભક્ત બનાવ્યું. કૌશિક ઋષિને પ્રભુએ પૂર્વજન્મ દેખવાનું જ્ઞાન આપ્યું કે, “નાભિકમલમાં દષ્ટિ રાખીને મનોદ્રવ્યને શુદ્ધ કરવું. મનથી ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિચારો ન કરવા. નાભિકમલમાં સર્વ પ્રકારના સંકલ્પ-વિકલ્પરહિત થઈ ત્રણ કલાક પર્યત નિર્વિકલ્પ રહેવું. પશ્ચાત્ એવો સંકલ્પ કરે કે “ભૂતકાળના સર્વ શુભાશુભ બનાવોમાં મને સમભાવ છે. ભૂતકાલના શુભાશુભ જન્મ એક પછી એક દેખાઓ.” એ દઢસંકલ્પ કર્યા બાદ મનમાં ત્રણ કલાક પયંત અન્ય વિચાર પ્રગટવા ન દેવા. એમ વર્તતાં સ્થૂળ દેહના મૂળ કામણ શરીર દ્વારા પૂર્વજન્મ એક પછી એક સ્મૃતિમાં આવશે. તેમાં હર્ષ શેક પામ્યા વિના જેઓ સમભાવે જન્મે નીરખશે તેઓને સેંકડો, હજારે જન્મ દેખાશે. પરંતુ જન્મ–દેહો દેખતાં રાગદ્વેષમાં જેઓ લેપાશે તેઓને આવરણ આવશે. તેથી તેમની દષ્ટિ આગળ પડદો પડશે.
નાભિકમલમાં પૂર્વનાં શરીરનો સંબંધ ધરાવનાર નાડીઓનો જ્ઞાનતંતુઓ સાથે સંબંધ હોય છે. નાભિકમલમાં ઉપયોગ સ્થાપીને ત્રણ કલાક નિર્વિકપ થવાથી પૂર્વજન્મના જ્ઞાન ઉપર આવેલાં આવરણોને નાશ થાય છે. પશ્ચાત્ પૂર્વ જન્મ દેખાઓ એવો સંકલ્પ કરી નિર્વિકપ સંયમ કરવાથી અન્ય જ્ઞાનાવરણે ટળી જાય છે અને આત્મામાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટે છે.
“પદ્માસન અગર સિદ્ધાસન વાળીને નાભિકમલમાં સંયમ કરવો. શુભાશુભ અવતારોનો મેહ છોડી દેવો. સર્વાવતારોની વાસનાથી રહિત થવું. પશ્ચાત્ નાભિકમલમાં નિર્વિકલ્પ સંયમ કરે.”
- પ્રભુના કથન પ્રમાણે કૌશિક ઋષિએ ત્રણ દિવસ પર્યત નાભિકમલમાં ધ્યાન ધર્યું અને તેથી તેમણે પોતાના અનેક શુભાશુભ જન્મ દીઠા. પ્રભુએ કૌશિક ઋષિને કહ્યું કે, “અન્ય મનુષ્યના, દેવોના અને પશુપંખીઓના ભવે દેખવા હોય
For Private And Personal Use Only