________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય જ્ઞાનદાન :
પ્રભુએ ગંગાદેવીની ભક્તિથી ગંગોત્રી પર મુકામ કર્યો અને ગંગાનદીને પવિત્ર કરી. ગંગોત્રી આગળ પોતાના ભક્ત બનેલા એવા વસિષ્ટગોત્રી શાકલ્ય ષિને ગજ્ઞાન આપ્યું. વિનાનસ ઋષિને સંયમનું જ્ઞાન આપ્યું તથા વાલિખિલ્ય ઋષિને તપનું જ્ઞાન આપ્યું. હયદ્વીપ, અશ્વદ્વીપ, પાતાલદ્વીપ, અશ્વમુખદ્વીપ, વેતદ્વીપ અને કૃષ્ણદ્વીપથી આવેલા ભક્તને જ્યોતિષનું તથા વૈક્રિયવિદ્યાનું જ્ઞાન આપ્યું. પ્રભુએ કૃષ્ણવર્મી પ્રજાના ખંડમાંથી આવેલા કૃષ્ણવર્ણ મહાત્માઓ, કે જે સર્પના ચિહ્નને ધારણ કરનારા હતા, તેઓને બ્રહ્મજ્ઞાન આપ્યું. પ્રભુએ ગંગોત્રી આગળ એકમાસ પર્યત મુકામ કર્યો. ત્યાંથી તેઓએ હિમાલય પર્વતની ગુફાઓમાં મૌનપણે ત્રણ માસ સુધી વાસ કર્યો અને હિમાલયમાં ધર્મજ્ઞાનનાં બીજકોનું કલિયુગમાં અસ્તિત્વ રહેશે અને ગુપ્તપણે યેગીઓ તથા દેવતાઓ તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું રક્ષણ કરશે, એ આદેશ કર્યો.
પ્રભુએ હિમાલયની ઉત્તરે આવેલા ત્રિવિષ્ટપ દેશમાં અનેક પર્વતના શિખર પર વિહાર કર્યો અને ત્યાં જૈનધમીઓને તુર્યાવસ્થાનું જ્ઞાન આપી જાગ્રત કર્યા તથા હૃદયમાં પરમાત્મભાવનો આવિર્ભાવ થાય એવી જ્ઞાનની કૂંચીઓ આપી. ત્યાંના રાજાને આત્મબળથી રાજ્ય કરવાને બોધ આપે. જ્ઞાનીઓ આધ્યાત્મિક બળથી રાષ્ટ્રાદિનું પાલન કરી શકે છે તેનું રહસ્ય સમજાવ્યું. ત્રિવિષ્ટપદેશના હૈહયવંશી બ્રહ્મયજ્ઞ રાજર્ષિએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
પ્રભુએ બ્રહ્મપુત્રા નદીને આશીર્વાદ આપે કે મારા મહાવીરજન્મના દિવસે ગંગા નદીની પેઠે તારી પાસે આવી, જે લોકો આત્મધ્યાન ધરશે, દાન કરશે અને મારા નામને જાપ જપશે તેઓને મારી જાતિનું દર્શન થશે. તેઓને પરોક્ષ વા પ્રત્યક્ષ રીતે પણ મારું દર્શન થશે. ત્રિવિષ્ટપ પ્રદેશમાં વહેનારી નદીઓને પણ તે પ્રમાણે આશીર્વાદ આપે.
For Private And Personal Use Only