________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
અધ્યાત્મ મહાવીર
મકર ઋષિએ પૂછ્યું કે, ‘સ` આત્માને ચાહવાથી આપની ભક્તિ કરેલી ગણાય ?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ કહ્યું કે, વિશ્વના સર્વ જીવાને ચાહવા. તે પર પ્રેમ રાખવા. તેએનાં શરીર, રૂપ વગેરેમાં મૂંઝાયા વિના તેઓના આત્માઓની સાથે એકરૂપ થઈ જવું તે મારી પરાભક્તિ છે. અને એવી પ્રીતિ જેએને પ્રાપ્ત થાય છે તેએ અવશ્ય એ ઘડીમાં, છેવટે એક ક્ષણમાં, મુક્તિ પામે છે. સર્વાત્માએની સાથે વ્યાપક પ્રેમથી એકરસરૂપ થઈ જવુ તે અભેદ સાત્ત્વિક ભક્તિ અને અભેદ જ્ઞાન છે. અભેદ્યભક્તિ અને અભેદજ્ઞાનથી સર્વ કર્મોને નાશ થાય છે.’
વિષ્ણુ ઋષિએ પ્રભુને વંદન કરીને પૂછ્યું કે, ‘હે ભગવન્! વેદસૂક્તમાં વિષ્ણુ શબ્દ છે તેને શે। અર્થ ?'
પ્રભુએ કહ્યું કે, ‘ હે વિષ્ણુ ! વેદમાં વિષ્ણુ શબ્દ છે તેના અનેક અર્થ છે. વિષ્ણુ શબ્દથી સૂર્ય, મારું પૂર્ણ બ્રહ્મસ્વરૂપ, આત્મા વગેરે અા મેધ થાય છે. વિષ્ણુ શબ્દથી વાચ્ય જ્ઞાન છે, સર્વાં શક્તિસમૂહ છે. સ તીર્થંકરસમૂહ વિષ્ણુ છે. મારું સ્વરૂપ વિષ્ણુ છે. અનંત જ્યેાતિ તે જ વિષ્ણુ છે. વેદનાં સૂકામાં મારું સ્વરૂપ જળ, વાયુ, પૃથ્વી, સૂર્ય વગેરે અનેક રૂપકેાથી વણુ બ્યુ' છે. મારુ' ચારિત્રસ્વરૂપ રુદ્રરૂપકથી વણુ બ્યુ છે. મારુ’ શક્તિસ્વરૂપ ચક્ષ નામથી વર્ણવ્યુ છે.”
એ પ્રમાણે અનેક ઋષિઓએ પ્રભુ મહાવીરદેવને પ્રશ્નો પૂછ્યા અને પ્રભુએ સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, તેથી ઋષિએને પરમ સંતાષ થયેા. પ્રભુએ વેદસૂક્તાના એવા આધ્યા ત્મિક ભાવાર્થ દર્શાવ્યા કે જે ભાવેાને તેના કર્તા ભરતાદિ ઋષિએ પણ જાણતા નહેાતા. સજ્ઞ પ્રભુ એક શબ્દના કરાડા, અસંખ્ય અર્થ કરવા શક્તિમાન છે. સર્વ ઋષિઓએ પ્રભુને પરમેશ્વર માની તેમનું શરણ સ્વીકાર્યું.
For Private And Personal Use Only