________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ દેશવત સર્વ જાતિના લેકે મારા પ્રેમી બની મુક્ત બને છે. પુરુષ, સ્ત્રી કે નપુંસક સર્વે મનુષ્યો મારું સ્વરૂપ સમજી સ્વર્ગ અને મુક્તિને પામે છે. સર્વ પ્રકારના ધમીએ ભિન્નભિન્ન માર્ગથી છેવટે મને પામે છે.”
શુકદેવ ઋષિએ પ્રભુ મહાવીર ભગવાનને વંદન-પૂજન કરી પૂછયું, “ભગવન! ગૃહસ્થાવાસમાં સર્વ પ્રકારના ભેગો ભોગવતાં વૈદેહદશા પ્રગટી શકે તથા ગૃહસ્થાવાસમાં મુકતપણું થાય ?'
પ્રભુએ જણાવ્યું કે, “ગૃહસ્થાવાસમાં ચક્રવતી ભરત રાજા આત્મજ્ઞાની હતા અને તે પ્રારબ્ધ કર્મના ઉદયથી સર્વ પ્રકારના ભગો ભેગવવા છતાં વૈદેહદશાને પામ્યા હતા. તેઓ છ ખંડ પર રાજ્ય ચલાવતા હતા, છતાં અંતરમાં આસક્તિરહિત હતા અને દેહમાં રહ્યા છતાં દેહાધ્યાસરહિત હતા. તેથી તેઓ આદર્શ રૂપ આત્મામાં આત્માને દેખી કેવળજ્ઞાન પામ્યા હતા. ગૃહસ્થા– વાસમાં અને ત્યાગાવસ્થામાં, અનેક પ્રકારના વેષમાં અગર દિગંબર દશામાં સર્વ લોકોને મુક્ત થવાની યોગ્યતા છે. જેઓ નામરૂપના મેહથી મુક્ત થાય છે તેઓ મુક્ત જ છે. બાહ્ય શરીરાદિ છતાં નિર્મોહાવસ્થાએ મારા પ્રેમી ભકતે સર્વ દશામાં મુકિતને પામે છે. મારા કહેલાં જ્ઞાન, ભક્તિ, ઉપાસના, કર્મ વગેરે અસંખ્ય યોગોથી મુક્તિ થાય છે. જે મનુષ્ય મુક્તિના છેવટના પગથિયે આવી પહોંચેલા હોય છે તેઓ મુક્તિને પામે અગર પાછા ઊતરે તે સત્તા તેમના હાથમાં છે. મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમથી જેઓ મને સર્વસ્વાર્પણ કરીને વર્તે છે તેમની મુક્તિ એક ક્ષણમાં થાય છે.”
કર્ક ઋષિએ પૂછયું કે, “હે ભગવન્! સંસારની માયા કેવી રીતે દૂર થાય?”
પ્રભુએ કહ્યું કે, “હે કર્ક ! મારા પર પ્રેમભાવ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ માયા દૂર થતી જાય છે.”
For Private And Personal Use Only