________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વે જાણે છે. જે જે નષ્ટ થયેલું લેકે માને છે તે સર્વે જ્ઞાનમાં છતું છે. અવ્યક્તને જ્ઞાન વ્યક્ત કરે છે. જેમ જેમ રાગદ્વેષની વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે અને હૃદય શુદ્ધ થતું જાય છે તેમ તેમ જ્ઞાનને પ્રકાશ વધતો જાય છે અને જ્ઞાનને પ્રકાશ વધતાં એટલે સુધી વધે છે કે છેવટે આત્મા સંપૂર્ણ સર્વજ્ઞ બને છે.
મન અને હૃદયને શુદ્ધ કરે. આત્મા તે જ હું છું. આત્મા અનંત પ્રકાશ છે, આત્મા તે જ સર્વ વેદાગમને પ્રકાશક છે. મતમાં માનેલી સર્વ મારી–તારી વૃત્તિઓથી આત્માને ભિન્ન દેખ. મન સુધી ભેદ છે અને આત્મામાં આત્મપણે પરિણમતાં અભેદ છે. રાગદ્વેષ છે ત્યાં સુધી દૈતભાવ છે, અને રાગદ્વેષ ક્ષીણ થતાં આત્મામાં અદ્વૈતભાવ છે. રાગદ્વેષ છે ત્યાં સુધી બાહ્ય વિશ્વનું કર્તાહર્તાપણું છે. પરંતુ વીતરાગભાવમાં કર્તાહર્તાની બુદ્ધિ રહેતી નથી.
સરાગી એ આત્મા કર્તા-હર્તા છે અને વીતરાગી એ આત્મા અકર્તા–અહર્તા છે, છતાં સ્વાધિકારે પ્રારબ્ધથી–બાહ્યથી એ જે કર્તવ્ય માને છે તે કરે છે અગર હરે છે. આત્માની સાથે જ્ઞાનાવરણાદિ કર્મો જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને ગૌણમુખ્યપણે વર્યા કરે છે. કર્મ રહિત દશામાં નિવૃત્તિ છે.
પ્રવૃત્તિ એ કથંચિત્ નિવૃત્તિ છે અને નિવૃત્તિ એ કથંચિત્ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિના ગર્ભમાં નિવૃત્તિ છે. પ્રવૃત્તિ તે નિવૃત્તિ છે અને નિવૃત્તિ તે અપેક્ષાએ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને મનના ધર્મ છે. આત્મામાં પ્રવૃત્તિ પણ નથી અને નિવૃત્ત પણ નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને અપેક્ષાએ ધર્મ અને ધર્મસાધનરૂપ છે. સ્વાધિકાર એગ્ય એવી પ્રવૃત્તિ અને નિવૃત્તિને સેવો. સાધનધર્મમાંથી એટલે ઔપચારિક કે કપિત ધર્મ
For Private And Personal Use Only