________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર માંથી અકલ્પિત ધર્મમાં જાઓ. સર્વને જાણે, પણ સ્વાધિકાર કરવું. જે એગ્ય લાગે તે કરે. આત્માન આનંદરસ વિના જીવવાનું નથી. રસ પડે ત્યાં રહો. રસ પડે તે કરે. રસ પડે ત્યાં આત્માધિકાર છે. રસ ન પડે ત્યાં ન રહો. રસથી શરીર અને મન પિવાય છે. આત્મરસને પામો. સર્વ લોકોની સાથે પરસ્પર આત્મભાવે વર્તો.
“મનની પ્રેરણા પ્રમાણે ન વર્તો, પણ આત્માની પ્રેરણા પ્રમાણે વર્તે. મહયેગે થતી સર્વ દુષ્ટ પ્રેરણાઓને શત્રુ સમાન જાણી હણો. દુર્ગુણી લેક પર પ્રેમદષ્ટિ રાખી તેઓને સુધારે. ગરીબ, અશક્ત અને પતિત લેકોનો ઉદ્ધાર કરો. સહાય આપવા લાયક મનુષ્યને સહાય આપે. અપરાધી મનુભ્યોને પણ સુધારવાની તક આપે. કોઈ પણ સંતનું અપમાન ન કરો. સર્વ લોકેનું શુભ કરી આશીર્વાદ ગ્રહણ કરો. અન્યાય કરી કોઈના ખરાબ આશીર્વાદ ગ્રહણ ન કરો. શુભ આશીર્વાદથી કલ્યાણ થાય છે અને અશુભ આશીર્વાદથી ખરાબ થાય છે. ગુરુ વગેરેના સ્વાભાવિક આશીર્વાદ મેળવે. ભૂખ્યાને ખવરાવીને અને તરસ્યાને પાન કરાવીને આશીર્વાદ મેળવે. જીવોને અભયદાન આપીને આશીર્વાદ ગ્રહણ કરે. માબાપની સેવા ગ્રહણ કરીને આશીર્વાદ મેળવે. વિપત્તિ અને સંકટમાં પડેલા મનુબોને ઉદ્ધાર કરીને આશીર્વાદ મેળવો. નાભિથી ઊઠેલો શુભાશીર્વાદ અવશ્ય શુભ ફળ આપે છે અને નાભિકમલથી ઊઠેલી હાય અશુભ કરે છે. જેઓ પ્રાણુતે પણ દુષ્ટ શાપ આપવા ઈચ્છતા નથી એવા ત્યાગી–સંતોની હાય મળે એવી પ્રવૃત્તિ ન કરો. નિરપરાધીઓના આત્માઓને સતાવીને તેઓને શાપ ગ્રહણ ન કરો. જ્ઞાનીઓ અને મહાત્માઓની ઉપર જૂઠા આરોપ કે કલંક ન મૂકો અને તેઓની આશાતના ન કરો. | મહાગીઓની હેલના કે તિરસ્કાર કરતાં તેઓના શાપથી દેશ, નગર, ગામ, રાજ્ય ઉજજડ થઈ જાય છે. ક્રોધા
For Private And Personal Use Only