________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર અજ્ઞ, અંધ અને અવિશ્વાસી છે. જડ વસ્તુઓ ક્ષણિક છે અને શરીર પણ ક્ષણિક છે. બન્નેમાં એક પણ નિત્ય નથી. તેથી આત્મસુખની તરફ જ્યારે પ્રેમ પ્રગટે છે, ત્યારે મારા ભક્તોને શાંતિ વળે છે અને અનેક પ્રકારના દુઃખોનો પોતાની મેળે અંત આવે છે. વિષયોને ભેગવતાં અનેક જાતના રોગે પ્રગટે છે અને શરીર-મન-વાણીની ક્ષીણતા થાય છે. વિશ્વમાં સુખબુદ્ધિ થતાંની સાથે મન અનેક પ્રકારની સંક૯પ-વિકલ્પરૂપ ચિંતાથી વ્યાપ્ત થઈ જાય છે.
“જડ પદાર્થોને પિતાના તાબે કરવાને કરડે વર્ષ પર્યત પ્રયત્ન કરવામાં આવે તો પણ તે કોઈના થયા નથી અને થવાના નથી, એવું જાણીને આત્મસુખ તરફ મનને વાળો. જડ વસ્તુઓના ભેગને માટે, જડ વસ્તુઓને પિતાની કરવા માટે લડનારા ઇન્દ્રો, ચકવર્તીઓ, રાજ્ય, દેશે, પ્રજાએ પાંડવકૌરવયુદ્ધની પેઠે પરસ્પર લડીને નષ્ટ થાય છે અને થશે, પણ જડ વસ્તુઓની મારામારીના મેહયુદ્ધનો પાર આવવાને નથી.
આત્માના નિત્યસુખને નિશ્ચય થવાની સાથે જડ વસ્તુ એમાં ભેગની વૃત્તિ કે ઇચ્છા થતી નથી. જડ વસ્તુઓ પર ગમે તેટલે રાગ કરે, પણ તે તમારો રાગ જાણું શકતી નથી. જડ વસ્તુઓ પર રાગ કરે અગર દ્વેષ કરે, પણ તે પિતાના પર કેણ રાગ કે દ્વેષ કરે છે તે જાણી શકતી નથી. જેઓ પિતાને રાગ જાણે નહીં તે પર રાગ કરે નકામે છે. તેમ જે પિતાના પર કરેલ ઠેષ જાણે નહીં તેના પર દ્વેષ કરે નકામો છે. રાગ કે દ્વેષ કરવાથી મનમાં અશાંતિ અને દુઃખ પ્રગટે છે, માટે રાગદ્વેષને ય કરી વીતરાગ બને. વીતરાગીઓને અનંત સુખ છે, સરાગીઓને અનંત દુઃખ છે. રાગદ્વેષની વૃત્તિઓ પ્રગટાવવાનું કારણ આત્માનું અજ્ઞાન છે. રાગદ્વેષથી નિરુપાધિક સુખ મળવાનું નથી. સર્વ આત્માઓ પર જડ વસ્તુઓના સ્વાર્થ વિના થનાર રાગ તે વિશુદ્ધ પ્રેમ છે. આત્મા જ
For Private And Personal Use Only