________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
અધ્યાત્મ મહાવીર તરફડે છે. અજ્ઞાનીઓની શક્તિઓ જડમાં વપરાય છે, અને જ્ઞાનીઓની શક્તિઓ આત્માથે વપરાય છે. અભેદજ્ઞાનથી જ્ઞાનીએ સર્વત્ર આનંદમય પિતાને દેખે છે અને ભેદજ્ઞાનથી અજ્ઞાનીઓ જ્યાંત્યાં ભેદભાવ અને સંકલ્પ-વિક૯પથી પિતે પિતાની મેળે દુઃખરાશિ પ્રગટાવે છે અને પિતાને દુઃખમય દેખે છે. જ્યાંત્યાં અજ્ઞાનથી દુઃખ પ્રગટે છે અને જ્યાંત્યાં જ્ઞાનથી સુખ પ્રગટે છે. ભય અને દુઃખ પોતે પોતાની મેળે અજ્ઞાનીઓ મનમાં ઊભાં કરે છે. આત્માની દૃષ્ટિથી દેખતાં આત્મા પિોતે પરમાનંદમય છે અને મનદષ્ટિથી દેખતાં પોતે પિતાને દુઃખમય દેખે છે. દુઃખ વસ્તુતઃ મનથી પ્રગટેલું અને ક્ષણિક તેમ જ અનિત્ય છે. એ જ રીતે દેહ અને મન દ્વારા ભેગવાતું સુખ પણ પાધિક હોવાથી ક્ષણિક અને અનિત્ય છે. માટે કપાયેલા સોપાધિક સુખદુઃખથી નિત્ય સુખમય આત્માને અનુભવો અને તેને પ્રાપ્ત કરે. જ્ઞાન અને આનંદ એ જ આત્માનો સત્ય ધર્મ છે.
“કામગોને આનંદ ક્ષણિક છે. કામરૂપ અગ્નિમાં વિશ્વવત સર્વ વિષરૂપ કાઠેને અનંતી વાર હોમવામાં આવે તોપણ કામાગ્નિની શાંતિ થવાની નથી, એમ નક્કી જાણે. કામાગ્નિમાં વિષયરૂપ ધૃત હેમવાથી ઊલટી કામાગ્નિથી વૃદ્ધિ થાય છે, પરંતુ વૈરાગ્યરૂપ જલથી કામાગ્નિની શાંતિ થાય છે. તૃષ્ણ અને આશાના સાગરનો પાર નથી. કામની આશા અને તૃષ્ણાને વૈરાગ્યભાવનાથી શમાવનાર શાંત છે. સ્થૂલ પૃથ્વી વગેરે પદાર્થો કેઈન થયા નથી અને થનાર નથી. ઝાંઝવાનાં નીર તે સત્ય નીર નથી, તેમ જડ વિષયમાં સુખની ઈચ્છા થાય છે તે સત્ય નથી. જડ વસ્તુઓના ભેગની આશા કે તૃષ્ણ માટે કરેલો પ્રેમ તે પ્રેમ નથી, પણ જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિથી થનાર રાગ તે મેહ છે. મારો પ્રતિસ્પધી શયતાન મેહ છે. તેના વિચારમાં જેઓ સુખ માને છે તે
For Private And Personal Use Only