________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર જ્ઞાનથી નિર્વિકલ્પ જ્ઞાનમાં પ્રવેશ થાય છે. અજ્ઞાનીઓ પિોતે જ્ઞાનીઓને પારખી શકતા નથી. અધો દેખતાઓને દેખી શકતા નથી તેમ અનુભવજ્ઞાન વિનાના મનુષ્ય જેઓ આત્મજ્ઞાન પામેલા છે તેઓને પારખી શકતા નથી. અજ્ઞાનીઓ જડ વસ્તુઓના લાભને લાભ માને છે; જ્ઞાનીઓ જડ વસ્તુએના લાભને લાભ માનતા નથી. વિષયવૃત્તિઓને શત્રુઓ માનતાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં સુખ વા દુઃખબુદ્ધિ પ્રગટતી નથી ત્યારે વિષયમાં અને મનમાં શત્રુમિત્રપણું રહેતું નથી. એવી દશામાં પરમાનંદ રસને અનુભવ થાય છે. એવી દશાની વાતોના તડાકા માર્યાથી શુષ્ક પણું જાણવું, પણ એવી દશા પ્રાપ્ત ક્યથી આત્મજ્ઞાનત્વ જાણવું. જે જ્ઞાનમાં પૂર્ણાનંદરસમય આત્મા અનુભવાય છે અને ઇન્દ્રિય કે મન દ્વારા સુખ ભોગવવાની ભાવના પ્રગટતી નથી તે નિર્વિકલ્પ અનુભવજ્ઞાન છે. શરીરથી મર્યા પહેલાં જેઓ નામરૂપવૃત્તિવાળા મનથી મરીને આત્મામાં આત્મભાવથી અનંત જીવને જીવે છે તેઓને જિન, અહંત, જીવન્મુક્ત, કેવલી, બ્રહ્માનુભવી જાણવા.
પુણ્ય અને પાપ એ બન્નેમાં જેને સમભાવ છે તેઓને મહાયોગી જાણવા. પુણ્ય કે પાપ ભોગવતાં મારા ભક્તો કર્મની લીલામાં મૂંઝાતા નથી. આત્માનું સુખ અનુભવનાર અનેક શરીરને ગ્રહવા તથા મૂકવા છતાં સદા જીવતા છે. આત્મજ્ઞાની શરીરના ત્યાગમાત્રથી મરતો નથી. મરનાર તે દેહ-પ્રાણ છે, પણ આત્મા તો નિત્ય અમર છે. આત્મજ્ઞાન પામેલાઓ જાગતા છે અને અજ્ઞાનીઓ ઊંઘતા છે. જ્ઞાનીઓને દેહ છતાં દેહ નથી અને અજ્ઞાનીઓને દેહાત્મભાવ છે. અજ્ઞાનીઓ શા માટે પિતે જીવે છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે તે પોતે નિશ્ચય કરી શકતા નથી. જ્ઞાનીઓ જીવવાનું રહસ્ય જાણે છે. તેઓ જીવતાં છતાં મુક્તતા પામે છે. અજ્ઞાનીઓ ચક્રવતી બનીને પણ સત્ય સુખ કે શાંતિ વિના જળ વિનાની માછલીની પેઠે
For Private And Personal Use Only