________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર હસ્ત સ્થાપી નિર્ભય કર્યા અને ઉપદેશ દીધું કે, “હે ઋષિ, મુનિ અને ત્યાગીઓ! અહિંસાથી હિંસાને જીતો. સત્યથી અસત્યને જીતે. અસ્તેય બુદ્ધિથી તેમને જીતો. બ્રહ્મચર્યભાવથી કામને જીતો. સંતોષથી મમતાને છે. શ્રદ્ધા-પ્રીતિથી શુષ્ક ક્રૂરતાને જીતે. દયાથી નિર્દયતાને જતો. પ્રેમથી વૈરને જીતો. જ્ઞાનથી મોહશત્રુને જીતે. વૈરાગ્યથી આસકિતને જીતો. લઘુતાથી અહંકાર પર જય મેળવો. મૌનથી બકવાદ પર જય મેળવો. કર્મસ્વભાવના જ્ઞાનને બળે નિન્દા પર જય મેળવે. અંધકારથી પ્રકાશ તરફ આવે. શુદ્ધ હૃદયથી કપટતાને જતો. નિષ્કામભાવથી સકામભાવને જીતે. આત્મસુખથી જડવસ્તુઓમાં બંધાયેલી સુખની બ્રાંતિને જીતો. મનના બળથી કાયબળનો સદુપયોગ કરો. મનને આત્મબેલાધીન પ્રવર્તાવે. ક્ષણિક વસ્તુઓની અનિત્યતા ચિંતવી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પને જીતો. સર્વ જીવોને આત્મપેઠે ચાહો અને સર્વ જી તરફથી યથાશકિત સહે.
તમો વિશ્વ પ્રતિ જેવા છે તેવું તમારા પ્રતિ વિશ્વ છે. તમને આ પ્રમાણે ત્યાગધર્મને ઉપદેશ દઉં છું. આ ઉપદેશ ત્યાગીઓ માટે છે. ગૃહથધર્મને ઉપદેશ મેં ગૃહાવાસમાં દીધું છે. - “ગૃહસ્થો જેમ જેમ ઋષિ-મુનિઓના સમાગમમાં આવતા જાય છે તેમ તેમ તેઓ અનેક પ્રકારે આત્મવિશુદ્ધિને પામે છે. આત્મજીવન મળતાં અનંત જીવનનો અનુભવ આવે છે. આત્માને ખોરાક આત્માને આપ, મનનો ખોરાક મનને આપે અને કાયાને ખેરાક કાયાને આપ. મન કરતાં આત્માને ખોરાક અનંતગુણ શ્રેષ્ઠ છે. કાયબળથી પશુબળમાં પ્રવેશ ન કરો. મનમાં રહેલા અનેક પશુઓને આત્મયજ્ઞમાં હોમ કરો. મનના કામાદિ વિકારોનું બળ તે પશુબળ છે. મનમાં રહેલાં પશુઓને સંહારો. બાહ્ય પશુઓનો હોમ કરવાથી મારી પ્રસન્નતા મેળવી શકાતી નથી. મનમાં રહેલાં
For Private And Personal Use Only