________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
અધ્યાત્મ મહાવીર મલકાઓ નહીં અને નિર્ધનાવસ્થામાં દીનભાવ ધારણ ન કરે. આરોગ્યવસ્થા અને રોગાવસ્થા અને કર્મની લીલા છે. સરૂપ અને કુરૂપ બને કર્મનું કાર્ય છે. માન-અપમાન, લાભ-અલાભ બને કર્મનું કાર્ય છે. શુભાશુભપણું કર્મથી છે. શુભાશુભ-- કર્મથી યશ-અપયશ થાય છે. કર્મપ્રકૃતિની જ આ બાહ્ય સર્વ શુભાશુભ લીલા છે. શુભ કર્મના કે અશુભ કર્મના ઉદયમાં મારા ભક્તો મૂંઝાતા નથી. તેઓ ઉચ્ચકર્મથી પિતાનામાં ઉચ્ચત્વ કે નીચકર્મથી આત્મામાં નીચત્વ માની લેતા નથી. પુણ્ય અને પાપકર્મના ઉદયરૂપ ચકડોળમાં બેઠેલા મારા ભકતો ચકડોળના ઊંચાનીચા જવાની સાથે પિતાને ઊંચ કે નીચ માની લેતા નથી. જેમ નટ અનેક પ્રકારના વેષ લે છે, પણ સર્વ વે અને એ વેમાં કરેલી ચેષ્ટાઓથી પિતાને ભિન્ન માને છે, તેમ મારા પ્રિયા
ત્માઓ શુભાશુભ સર્વ પ્રકારની ચેષ્ટાઓથી વસ્તુતઃ પોતાને ભિન્ન માને છે. તેથી તેઓ કર્મના ઉદયથી થયેલી નામરૂપની અહં. વૃત્તિથી મૂંઝાતા નથી. જ્ઞાનીઓ મન કલ્પનાને દૂર કરી શુદ્ધ બ્રહ્મનું ધ્યાન ધરે છે. મારા ભક્ત જ્ઞાનીઓ બાજીગરની પેઠે સર્વ બ્રાહ્ય વસ્તુઓની લીલા કરે છે, પણ તેને અનિત્ય માને છે. મારા ભકત અને જ્ઞાનીઓ પોતાનું ભૂલતા નથી. તમો મન-વાણી-કાયાથી પવિત્ર રહે અને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરી મુક્ત થાઓ.” તક્ષશિલામાં આગમન અને ધર્મોપદેશ:
પ્રભુ કંદહારના સ્થાનથી તક્ષશિલાનગરીના ઉદ્યાનમાં પધાર્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય અનેક મુનિઓએ પ્રભુના દર્શન અને સેવાનો લાભ લીધો અને પ્રભુને અનેક સંદેહો. પૂછયા. પ્રભુએ તેઓના સર્વ સંશયોને ટાળ્યા. અનેક મુનિઓ અને ગૃહસ્થોએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભો ! આપ અમારો ઉદ્ધાર કરે.” પ્રભુએ સર્વ ઋષિ-મુનિઓના મસ્તક પર
For Private And Personal Use Only