________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
અધ્યાત્મ મહાવીર મનુષ્ય અંધ જેવા છે. મારા ભક્ત જ્ઞાનીઓને તેઓની તબિચત જાણીને સે. સર્વે જ્ઞાનીઓ મારા પ્રતિ આવે છે, સર્વ ધર્મો મારા પ્રતિ આવે છે. સર્વ ધર્મની દૃષ્ટિઓ કે સંપ્રદાયો, નદીઓ જેમ સાગર પ્રતિ આવે છે તેમ, મારા પ્રતિ આવી અનંત જીવન પામે છે. મારો વિશ્વાસી ભક્ત મારા વિના અન્ય કશું દેખતો નથી. તે મારામાં સર્વ દેખે છે અને તે મને પિતાના રૂપ સમજી પોતે ભગવાનનો આવિર્ભાવ પામે છે. તે મારી પેઠે વર્તે છે, બોલે છે અને સર્વ વિશ્વ પ્રતિ હુકમ કરે છે. તેને મારા વિના કશું અન્ય ભાન હોતું નથી. એક અંશમાત્ર પણ મારામાં જે વિશ્વાસ ધારે છે તે મારી તરફ આવે છે.
લેકે! પ્રમાદોને પરિહર. સદા જાગ્રત રહો. મુસાફરોએ માર્ગમાં ઊંઘવું ન જોઈએ. અનેક ભવોની મુસાફરીને એક ભવમાં પૂરી કરવા પુરુષાર્થ કરે. વિષય તરફ ન દેડો. વિષયભંગ માટે પશુઓની પેઠે લડી ન મરો. વિષમાં સુખ નથી પણ ઊલટું દુઃખ છે, એવો દઢ નિશ્ચય થતાંની સાથે તમે સત્ય સુખનો અનુભવ કરશે.” પ્રભુ મહાવીરદેવે એ પ્રમાણે ત્યાંના લોકોને ઉપદેશ આપે તે ઉપદેશ શ્રવણ કરીને ત્યાંના લોકમાં જૈન ધર્મનું પુનજીવન થયું.
ઉત્તર ઋષિક દેશમાં પ્રભુએ ત્યાં આવેલા રાજાઓને પ્રતિબધી જેન બનાવ્યા હતા. પ્રભુએ કૃષ્ણસમુદ્રઢીપ વગેરે અનેક દ્વીપખંડમાં પરિભ્રમણ કર્યું અને જ્ઞાનને પ્રકાશ કર્યો અને અજ્ઞાનરૂપ અંધકારને દૂર કર્યો. એમ અનેક સ્થાનોમાં પ્રભુએ વિહાર કર્યો. પ્રભુ મહાવીરદેવ કંદહાર, વાલિક દેશમાં પધાર્યા ત્યારે ત્યાંના લોકેએ પ્રભુને વંદન-નમન-પૂજન કર્યું. કંદહારમાં અનેક દેશના ત્યાગી, ઋષિ, મહાત્માઓનો સંઘ મળે હતો. તેઓ ધર્મશાસ્ત્ર વિના અન્ય ઈશ્વરને સ્વીકારતા નહોતા. તેઓને પ્રભુએ સાક્ષાત્ પિતાનું ઈશ્વરપણું સમજાવ્યું. સર્વ ધર્મશા આકાશમાર્ગેથી આવી પ્રભુના ચરણમાં પડયાં. પ્રભુ વિના
For Private And Personal Use Only