________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તમે જ્ઞાનીઓને ચાહે અને જ્ઞાનીઓની પાસે રહે. અપવિત્રને પ્રથમ દૂર કરો. જેનામાં પવિત્રતા છે તે મને પરમ પ્રભુ તરીકે અવલેકવા સમર્થ બને છે. બાળ જીવોએ અપવિત્રોની ધર્મ, બુદ્ધિથી સંગત કરવી નહીં અને પવિત્ર મહાત્માઓએ અપવિત્રોને પિતાના સહવાસમાં લઈ તેઓની પાસે રહી તેઓને પવિત્ર બનાવવા પ્રયત્ન કરો. ભક્તિ અને જ્ઞાનથી પાપીઓ પણ ક્ષણમાં મુક્ત બને છે. કોકેશસપ્રદેશવાસીઓ! તમારી પાસે આવનારા સંત, વટેમાર્ગુઓનું સારી રીતે આતિથ્ય કરે અને તેઓને મારું જ્ઞાન આપે તથા તેઓ પાસેથી મારું જ્ઞાન ગ્રહણ કરો. કોકેશલપર્વત કદાપિ મારા ભક્ત સંત વિના ખાલી રહેશે નહીં. કલિયુગમાં આ પ્રદેશમાં અધર્મને પ્રચાર થશે, તોપણ તે સમયે ગુપ્તપણે અહીં મારા ભક્ત યોગી અને ત્યાગીએનો વાસ રહેશે અને તેઓ પાછી ધર્મની પ્રવૃત્તિ થશે ત્યારે જાહેરમાં દર્શન દેશે. ત્રણવાર આ પ્રદેશમાં અંધકાર વારાફરતી છવાશે. પશ્ચાત્ આ દેશમાં મારા ભક્તો મેહશત્રુના ઉપાસકોનું જોર તોડશે અને આ પ્રદેશમાંથી પશ્ચિમના સર્વ પ્રદેશમાં કલિયુગમાં મારો પ્રકાશ જશે.
“રામદેશની પર્વતશ્રેણીમાં કલિયુગના મધ્યકાલમાં મારી આજ્ઞા પ્રમાણે ધર્મ પ્રગટ કરનાર યોગીઓને પ્રાદુર્ભાવ થશે. ઋષિદેશના અને મહાચીન વચ્ચેના પર્વતોમાં મારા જેગીઓ કલિયુગના મધ્યકાલમાં વાસ કરશે. તેઓ મારા નામના મંત્રોથી વિશ્વના લોકોને ધર્મવિશ્વાસમાં સ્થાપિત કરશે અને અન્ય મિથ્યાધર્મ, કે જે અસત્ય, હિંસા, ચેરી, વ્યભિચાર, કાપંકાપાથી ભરેલા છે, તેઓને દૂર હઠાવશે. મારી શ્રદ્ધાપ્રીતિ જે દેશમાં નથી ત્યાં મહાશત્રુ મહારાજાને વાસ થાય છે અને ત્યાં મનુષ્યોમાં પરસ્પર વિશ્વાસ, પ્રેમ, ભાતૃભાવ, ઐક્ય રહેતાં નથી. કોકેશસ પ્રદેશના લોકે! તમે અને તમારા વંશજે જ્યાં સુધી મારી ભક્તિ માટે જીવે છે ત્યાં સુધી તમારી વંશપરંપરા કાયમ.
For Private And Personal Use Only