________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર વિશુદ્ધ પ્રેમથી પ્રભુ મહાવીરનું ગાન કર્યું. તાર્તાર અને મંગુ લોકોએ પ્રભુ મહાવીર પરમેશ્વરનું દાસત્વ સ્વીકાર્યું. પ્રભુએ તાર્તાર, અને મંગુ લોકોને ઉપદેશ આપ્યો કે, “તમે પરસ્પર વિશ્વાસથી વર્તે. વિશ્વાસનો ભંગ ન કરે. કરેલી પ્રતિજ્ઞા પાળે. તમે સૂર્યવંશી છે અને તેથી તમે અસંખ્ય કાળથી જેન છે. ગમે તે અવસ્થામાં ગમે તે ધંધો કરતાં મારું ધ્યાન રાખવું. સંતમાં અને મારામાં ભેદ ન માનો. ગાય વગેરે પશુઓનું પાલન કરવું. મારી પ્રસન્નતા માટે ન્યાયનીતિથી પ્રવર્તવું અને અન્યાયી કે જુલ્મી લોકોને ઘટતી હિતશિક્ષા કરવી. મારે વિશ્વાસ
જ્યારે આ દેશમાં નહીં રહેશે ત્યારે આ દેશની પડતી થશે. મારી આજ્ઞા પ્રમાણે વર્તો.”
તાર્તાર અને મંગેલિયાના કે એ પ્રભુનું શરણ સ્વીકાર્યું, પ્રભુએ તેઓમાં નવજીવન રેડયું. તાર્તાર અને મંગેલિયા પાસે આવેલા વેતદ્વીપના રણમાં રહેલ ઋષિઓને દર્શન આપ્યું અને ત્યાંના કષિઓને અનેક પ્રકારનું અધ્યાત્મજ્ઞાનનું શિક્ષણ આપ્યું. તેમને ગુપ્ત-અગુપ્ત યોગવિદ્યાનાં રહસ્ય શીખવ્યાં. ત્યાં પાપી લોકો પ્રગટવાથી વેતદ્વીપ વગેરે સ્થાનેમાં થયેલાં પરિવર્તન જણાવ્યાં. ત્યાં શ્રી કષભદેવ પ્રભુની પ્રતિમાને ઋષિઓ પૂજતા હતા. પ્રભુએ ત્યાંના દેવતાઓને હુકમ કર્યો કે આ સ્થાનનું–રણનું પવિત્રપણું જાળવવું. કલિયુગમાં ભવિષ્યમાં જૈનધર્મ પ્રગટ કરનારા દેવો અને દેવીઓ તરફથી સર્વ વિશ્વને જૈનધર્મનો લાભ મળશે.
પ્રભુએ ત્યાં આવેલી સુવર્ણ વાલુકા નદીના મૂળ સ્થાનમાં ધ્યાન ધર્યું અને સંકલ્પ કર્યો કે આ તરફના મારા ભક્ત લોકોમાં શુદ્ધ પ્રેમ, ભક્તિ, સરલતા, હૃદયશુદ્ધિ, અતિથિ સેવા જન્મતાંની સાથે રહેશે. પ્રભુએ રેતીના રણની પાસે આવેલી મેરુ જેવી પર્વતશ્રેણીમાં આરૂઢ થઈને ત્યાં રહેલ દેવો અને દેવીઓને પ્રતિબંધ આપે, અને ત્યાં ધ્યાન ધરનારા લોકોને
For Private And Personal Use Only