________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
અધ્યાત્મ મહાવીર પરબ્રહ્મ મહાવીર પ્રભુનું શરણ અંગીકાર કર્યું. અનેક અજ્ઞાની લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો. અનેક જડા મરેલા મનુષ્યને પ્રભુએ આત્મભાવે જીવતા કરીને લાખો લોકોને પ્રભુપણાને. ચમત્કાર બતાવ્યો. બાબીન નગરીમાં રહેલાં હિબ્રુ, જ્ય, સેમેટિક ભાષાના વિદ્વાનોએ અનેક પ્રશ્નો પૂછયા. તેઓને પ્રભુએ સમ્યફ ઉત્તર આપે. પ્રભુએ હજારો ભાષાઓને બોલી બતાવી અને તેઓને સમજાવી તથા તેઓનાં શાને મુખથી બેલી બતાવ્યાં અને તેઓના સર્વ સંશયોને દૂર કર્યા. તેથી તેઓએ પ્રભુ મહાવીર દેવને સર્વવિશ્વદેવ તરીકે અંગીકાર કર્યા. પ્રભુ મહાવીરદેવે માંસાહારી પાપી અજ્ઞાની લોકોને ભક્તો બનાવ્યા અને માંસાહાર, હિંસાદિ પાપથી મુકત કર્યા. પ્રભુની કૃપાથી બાબીલોન નગરીના ત્યાગી લોકો તથા ભક્ત ગૃહસ્થ લોકોને પિતાના અનેક જન્મો દેખાયા તથા દરેક જન્મમાં કરેલાં શુભાશુભ કર્મો દેખાયાં. પ્રભુના ઉપદેશથી સ્વર્ગનાં વિમાન દેખાયાં તથા નરકનાં સ્થાને દેખાયાં. વિશ્વના સર્વ જી અનેક નામરૂપથી પ્રભુ મહાવીરને જ્યાં ત્યાં ભજે છે, સેવે છે એમ દેખવા લાગ્યા. તેથી તેઓનું અજ્ઞાન ટળ્યું અને પ્રભુ મહાવીરના ભકતો બની શાંત સ્થિર પ્રજ્ઞાવાળા થયા. બાબીલોન નગરીની પૂર્વ દિશાએ ત્યાગીઓને રહેવાનો બગીચો હતો ત્યાં પ્રભુએ પાર ધારણ કર્યાથી ત્યાંના લોકોએ ત્યાં સ્તૂપ કરાવ્યો.
પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ત્યારબાદ ત્યાંના લોકોએ ત્યાં સ્તૂપ પાસે જઈ પ્રાર્થના કરવા માંડી. ત્યાંના ભવ્ય લોકેએ અનેક ભવમાં પ્રભુનું સાકાર સ્વરૂપ જેવાના સંક૯પપૂર્વક તપ કર્યું હતું તેથી તેઓને સાકાર પ્રભુનાં દર્શન થયાં અને પાપરહિત વિશુદ્ધ બન્યા.
પ્રભુએ ત્યાંથી ઉત્તર દિશા તરફ વિહાર કર્યો અને હૂણ, સીથિયનજાતવાસી દેશમાં પ્રવેશ કર્યો. હૂણ દેશના લોકોએ પ્રભુની સાથે સ્થિર પ્રેમથી તાદાભ્યસંબંધ બાંધ્યું. ત્યાંની સ્ત્રીઓએ
For Private And Personal Use Only