________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
સત્યરૂપાએ પ્રિયદનાને આપેલું શિક્ષણ વિલય કરનાર એકાત્મ સત્ય પ્રેમ છે. પ્રેમના પ્રાકટ્યથી જ પ્રેમરસને અનુભવ થાય છે. પ્રેમની દુકાનો નથી. પ્રેમ વેચે વેચાતો નથી. પ્રેમની કિંમત નથી. પ્રેમમાં પ્રતિજ્ઞા નથી. પ્રેમમાં મારું-તારુ નથી. પ્રેમમાં દીનતા-વાચના નથી. પ્રેમમાં દાન, સ્વાર્થહેમ, ત્યાગ અને શકિત છે. પ્રેમથી મનની પ્રેમી પર જેટલી સ્થિરતા, એક્તા, લીનતા, સમાધિ થાય છે તેટલી બીજા કેઈથી થતી નથી. પ્રેમનો જ્ઞાનની સાથે સંબંધ થાય છે ત્યારે કર્તવ્ય કર્મો કરવામાં મહાકર્મચગીની દશા પ્રાપ્ત થાય છે. પ્રેમ વિનાનું બોલવું પ્રલા૫માત્ર છે. પ્રેમ વિનાનું જીવવું તે શુષ્ક જીવન છે. જેને કેઈન ૫ર સત્ય પ્રેમ નથી તે ભક્તિના પગથિયે પગ મૂકવા સમર્થ થઈ શકતો નથી. સત્ય પ્રેમથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ સુખમય બને છે અને ક્રૂરતા તેમ જ હિંસાવૃત્તિને ઉપશમ કે ક્ષય થાય છે.
પ્રિયદર્શના! પરબ્રહ્મ શ્રી મહાવીરદેવે અનંત પ્રેમનું પ્રાકટ્ય કર્યું છે. તેઓએ વિશ્વને સત્ય અને વિશુદ્ધ પ્રેમરૂપ ગૃહસ્થાશને રહેoથી જણાવ્યું છે. જે પ્રેમથી મરે છે તેઓ પુનઃ આત્મવીર જીવને જીવતા થાય છે. જેઓ સર્વ જીવોને ચાહતા નથી તેઓ અમર દ્વિજ વીરજીવનને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વ પ્રકારનાં ઉત્તરોત્તર ચઢતાં પ્રેમનાં પરિણમને તે જૈનધર્મ છે, કારણ કે તે આત્મામાંથી પ્રગટે છે, અને તે આત્મા તે જૈન છે. આત્મા તે જ જૈન-જિન છે. તેમાં અભેદ પ્રેમપ્રવાહ પ્રગટતાં ભેદ જણાતો નથી. ભેદે તેટલું મરણ અને અભેદ તેટલું જીવન છે. મનુષ્યો વગેરેનાં શરીરમાં રહેલા આત્માઓને આત્મપ્રેમીઓ અમર અને નિત્ય દેખે છે. તેઓ પ્રિયાત્માઓને અન્ય શરીરે લીધાં છતાં મળે છે, ઓળખી કાઢે છે અને પ્રેમથી સહચારી થાય છે.
આત્માની પરમાત્મદશા કરાવનાર સત્ય પ્રેમ છે. તે જ દેવ, ગુરુ અને ધર્મરૂપ અપેક્ષાએ અર્થાત્ કારણે કાર્યોપચાર દષ્ટિએ છે. પ્રેમથી સર્વ પ્રકારનાં સ્વાતંત્ર્ય અને મુક્તિ મળે છે. સત્ય
For Private And Personal Use Only