________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પ્રેમથી શરીરમાં, વાણીમાં, મનમાં અને આત્મામાં નવું ચેતન્ય, નવીન સ્કૃતિ પ્રાપ્ત થાય છે. સેવા, વૈયાવૃત્ય, પરોપકાર, કર્તવ્ય કર્મપ્રવત્તિ વગેરેથી અશુદ્ધ પ્રેમનું શુદ્ધ અને સત્ય પ્રેમરૂપે પરિણમન થાય છે. અન્ય લોકો માટે કંઈપણ હિતનો વિચાર કરવો અને કંઈપણ સ્વાધિકારે કર્તવ્યકર્મ કરવું તેથી વ્યાપક અને વિશુદ્ધ પ્રેમ અંશે અંશે પ્રકાશ પામતો જાય છે. પિતાના આત્માની, મનની, વાણીની અને કાયાદિની સ્વાર્થ માટે અને પરમાર્થ માટે શક્તિ વધારવાથી વિશુદ્ધ પ્રેમની વ્યાપકતા વધતી જાય છે. પ્રેમ વડે જે ઈચ્છવામાં આવે છે તે મળે છે. વિશદ્ધ પ્રેમના ગર્ભમાં પરબ્રહ્મ મહાવીદૈવ રહ્યા છે. પ્રેમથી અસાધ્ય કશું કંઈ નથી. પ્રેમના સમાન બળ, કળ, મન્ન, તન્ન, યગ્ન કેઈ નથી. પ્રેમથી પતિ અને પત્નીએ સંસારમાં સ્વર્ગ રચે છે અને પરસ્પરના અનેક ગુનાઓ કે દેશોને ભૂલી જાય છે. સર્વ દેહીઓમાં મહાવીરત્વની ભાવના ધારણ કરવી એ વિશુદ્ધ પ્રેમથી બને છે.
સત્ય પ્રેમથી અસત્યને અને અધર્મને નાશ થાય છે અને ધર્મની ઉત્પત્તિ થાય છે. કામગના વેગમાં જેઓ સત્ય પ્રેમ કલપે છે તેઓ ભૂલ કરે છે. કાયાના વ્યભિચારથી મનમાં સત્ય અને વિશુદ્ધ પ્રેમ પ્રગટતો નથી. સત્ય અને વિશુદ્ધ પ્રેમના પ્રવાહ સાગરમાં દેષ–શેવાલ પ્રગટતી નથી. સત્ય પ્રેમી અસત્ય ધર્મોને દ્વેષ કરે છે. તે અન્યાયી, અધમી અને દુષ્ટોનો વિનાશ કરે છે અને ધર્મે યુદ્ધાદિક વડે દેશ, કોમ, સંઘ, રાજ્ય, સમાજ, કુટુંબ આદિની રક્ષા કરે. છે. વિશુદ્ધ પ્રેમીઓ વ્યભિચારાદિ દુષ્ટ કર્મોથી દૂર રહે છે. દેશ, સમાજ, સંઘ, રાજ્યાદિક પર પ્રથમ પ્રેમ પ્રગટે છે. સામાન્ય પ્રેમ પ્રથમ પ્રગટે છે. જે જે દેશ, કાળ, વચે જે જે બાબતે પર પ્રેમ થાય છે તે તે સમયે ચગ્ય છે અને તે આગળના વિશુદ્ધ પ્રેમ માટે છે. સદેષ પ્રેમ તે જ નિર્દોષ પ્રેમરૂપે આગળ આગળ વધતા જાય છે. શુષ્ક જીવનવાળા કરતાં ગમે તે પણ પ્રેમી આત્મા દેશી હોય છે તે પણ તે સત્ય પ્રેમરૂપ જૈનધર્મમાં આગળ વધતો જાય છે.
For Private And Personal Use Only