________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અધ્યાત્મ મહાવીર વ્યાપક પ્રેમથી અનંત આનંદમય જીવન પ્રગટે છે. જેઓ આત્મપ્રેમ, શરીરપ્રેમ, મનપ્રેમ, વાણું પ્રેમ, કુટુંબપ્રેમ, દેશપ્રેમ, સંઘપ્રેમ વગેરે પ્રેમને ખીલવીને વિરાટ પ્રેમને પામ્યા છે તેઓ પરબ્રહ્મરસમય મહાવીરરૂપ બને છે. વાત કર્યામાત્રમાં પ્રેમ પરખાતો નથી, પણ જિંદગીને, સંપત્તિઓનો પ્રેમ માટે ભોગ આપ્યાથી પ્રેમમાં રહેલે વિકાર વિલય પામે છે અને સત્ય પ્રેમ પરખાય છે. દેશ, કાલ, સ્વાર્થીદિથી અનવછિન્ન વ્યાપક પ્રેમરૂપ પોતાને, હે પ્રિયદર્શન! અનુભવે. - પ્રેમથી સર્વ પ્રકારની શક્તિઓ ખીલે છે, અને મૃતક સમાન વિચાર અને પ્રમાદ વગેરેને નાશ થાય છે. સત્ય વિશુદ્ધ પ્રેમ જેમ જેમ ખીલતા જાય છે તેમ તેમ નિર્દોષ આનંદમય જીવન રસિક, ઉત્સાહી અને વીરમય બનતું જાય છે.
જેવી પરબ્રહ્મમહાવીરમાં તેવી પરમગુરુમાં સત્ય પ્રેમ અને શ્રદ્ધાથી સ્વાર્પણ અને શરણભાવના એકરસરૂપ–નિશ્ચયપ્રતીતિરૂપ થાય છે, તો પછી રાત્રિ-દિવસ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં પરમમહાવીરદશાને આનંદરસ પ્રકટ્યા કરે છે. જીવન્મુક્ત જૈનોની આવી દશા ઉપશમભાવે, ક્ષપશમભાવે અને ક્ષાયિકભાવે થાય છે અને કલિયુગમાં થશે.
પ્રેમ વિનાનું જીવન તે મૃત્યુ છે. જે બીજાઓને પ્રેમના બદલા વિના ચાહે છે તથા દેવ-ગુરુમાં પ્રેમના બદલા વિના પ્રેમ કરે છે અને વિશ્વાસ મૂકે છે તે આત્મપ્રેમ પ્રકટાવી શકે છે. સત્ય પ્રેમના પગથિયે પગ મૂકનારાઓ ખલના પામે છે, ભૂલ કરે છે, આથડે છે, તે પણ તેઓ ભક્ત બનીને શ્રી મહાવીર પ્રભુનાં અસંખ્ય મેક્ષપગથિયાં પર આરહે છે. પ્રેમ વિના વીરતા પ્રગટતી નથી અને દેહાદિકના ત્યાગમાં નિમેહતા કે નિર્ભયદશા અનુભવાતી નથી. અનેક અપરાધ અને દેશની માફી આપનાર અને હજારો પાપને પ્રભુની પેઠે ક્ષય કરનાર વિશુદ્ધ સત્ય પ્રેમ છે. સર્વ પ્રકારની ષષ્ટિઓને
For Private And Personal Use Only