________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મહાવીર અને નિર્જરારૂપ બને છે. ભૂતકાળમાં લાગેલાં જ્ઞાનાદિ શક્તિઓનાં આવરણેને દેશથી ક્ષય કરે તે નિર્જરા તત્વ છે. ૮-૯, બંધ અને મોક્ષ તત્વ:
જ્ઞાનાદિનાં સર્વ આવરણને ક્ષય કરે તે ક્ષતત્વ જાણવું. આત્માના સહજાનંદને પૂર્ણ પ્રકટભાવ તે આત્મમહાવીરપદપ્રાપ્તિ રૂપ મોક્ષતત્ત્વ જાણવું. જ્ઞાનીઓ પીગલિક આનંદ અને આત્માનંદને ભિન્નપણે અનુભવે છે.
- પરિપૂર્ણ આત્મશુદ્ધાનંદને પ્રકટભાવ થાય છે ત્યારે બાહા જડાનંદની વાસના ટળે છે. આત્મામાં મન લયલીન બનીને શબ્દનય દષ્ટિએ તથા એવંભૂત નયદષ્ટિએ પૂર્ણાનંદી મહાપુરુષ પરમાર્થ માટે પ્રારબ્ધ જીવન ગાળે છે તેમ જ લૌકિક અને લેકોત્તર હિતકર પ્રવૃત્તિઓરૂપ જૈનધર્મનો પ્રચાર કરે છે. જે આત્માઓ પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ તત્વના આરાધક બને છે તે ચારિત્રધારક જેનો દેશથી તથા સર્વથી જાણવા.
શુભાશુભ કર્મેચ્છાઓ, વાસનાઓ, આવરણને આત્માની સાથે બંધ તે બંધ તત્ત્વ જાણવું. સર્વ સૂક્ષ્મ-સ્થૂળ, દશ્ય-અદશ્ય જડ પદાર્થો જે જે છે તે આત્માઓના બાહ્ય જીવનના ઉપયોગથે અપેક્ષા છે. નવતત્ત્વ જાણવા ચગ્ય છે. જડ અને આત્મતત્વમાં નવતત્વને અંતર્ભાવ થાય છે. પુણ્ય, પાપ, આસ્સવ, અને બંધતત્વને કર્તા-હર્તા-ભોક્તા આત્મા છે. માટે આત્મા તે જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર છે. તેના વિના અન્ય કોઈ દેવ નથી. સંવર, નિર્જરા અને મોક્ષ તત્વનો કર્તા-હર્તા–ભક્તા આત્મા છે.
આત્મમહાવીરના જ્ઞાનાદિ સર્વ પ્રકારના પર્યાની શુદ્ધિ તે જ મેક્ષ છે. આત્મામાં મેક્ષ છે. આત્માની બહાર મક્ષિતત્વ નથી. નવતની શ્રદ્ધા થવી તે જ શ્રી મહાવીર પ્રભુનું સમ્યક્ત્વ છે. શુભ પરિણામે પુણ્યબંધ છે અને અશુભ કષાયપરિણામે પાપ
For Private And Personal Use Only