________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અધ્યાત્મ મહાવીર જુલમથી વિશ્વને બચાવી શકે છે અને સાધુઓનું રક્ષણ કરી શકે છે. સર્વ ખંડમાં અને દેશમાં યુગે યુગે દેશ, રાજ્ય, કેમ, સંઘાદિનું રક્ષણ કરનારા તીર્થંકર પરમાત્મા અને અન્તરાત્મરૂપ ઈશ્વરે પ્રગટે છે અને તેઓ પોતપોતાનું કર્તવ્ય બજાવી છેવટે શરીરને ત્યાગ કરે છે. બહિરાત્માઓ જ્યારે જડ અને મહાત્મક વિષયભેગમાં બેહદ આસક્ત થઈ અને મોજમજા વગેરેમાં પ્રમાદી બની શારીરિક આદિ શક્તિઓને ક્ષય કરે છે અને આસુરી બળને દુરુપયેાગ કરે છે, ત્યારે અન્તરાત્મ ગૃહસ્થ ત્યાગી જૈનો શારીરિક, માનસિક અને આત્મિક શક્તિઓનો દુરુપયેગ કરતા નથી. તેઓ પશુ સમાન પિતાના આત્માને દેવ બનાવી દેશ, ખંડ, પૃથ્વી, રાજ્ય, વ્યાપાર, ક્ષાત્રબળ, સંઘબળ, જૈનધર્મબલાદિક પ્રાપ્ત કરી બહિરાત્માઓને સદા પિતાના વશમાં રાખે છે. તેઓ મનની ઇચ્છાઓને નિયમમાં રાખી ઇન્દ્રિયની અને દેહની શક્તિઓનું રક્ષણ કરે છે. વિષયવાસનાઓ પર કાબૂ રાખીને વર્તનારા શ્રી મહાવીર પ્રભુના જૈનો જગતમાં વિશાળ દષ્ટિવાળા વર્તે છે. તેઓ દેશ, કામ, સમાજ, સંઘ, રાજ્યાદિક વડે જૈનોની સેવા કરવામાં ઠેષ, માન, માયા, લેમ, ક્રોધ, સ્વાર્થ વગેરેને ત્યાગ કરે છે. તેઓ જડ વસ્તુઓની ઉપગિતા સમજે છે. તેને તાબે રાખે છે, પણ તેમાં મૂંઝાતા નથી. એવા આત્માઓને અન્તરાત્મ જૈન જાણવા.
અન્તરાત્મા જેનોએ બહિરાત્મ જેનોમાં રહેલા શુદ્ધાત્મ મહાવીરને અવલકવા અને તેઓને જૈનો બનાવવામાં તન-મન-ધનાદિક સર્વસ્વને ભેગ આપો. વિશ્વમાં મનુષ્યના જે જે બાહ્ય સ્વાર્થો હોય તે તે સ્વાર્થો પૂરા પાડીને અને તેઓના પિટ પૂર્ણ કરીને તેઓને જૈન બનાવવા પ્રયત્ન કરે. જૈનોએ દેશ, ભૂમિ, રાજ્ય, વ્યાપાર, કૃષિ, પશુઓ વગેરે બાહ્ય સંપત્તિને કબજે ગૃહાવાસમાં સારી રીતે જાળવી રાખવે. જૈનોને રાજ્ય, ભૂમિ, વ્યાપાર, કૃષિ, વગેરેમાં પાપ લાગતું નથી. અન્યધમીઓ કરતાં તેઓને અનંતમા ભાગે પણ પાપકર્મ લાગતું નથી. બાહ્ય ભૂમિ, રાજ્ય વગેરેના
For Private And Personal Use Only