________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ગૃહસ્થાવાસના આદર્શ પ્રભુ બની ત્યાગીઓના આદર્શ પરમાત્મપ્રભુ બનવાના છે. તેથી સર્વ પ્રકારના ત્યાગીએમાં નવું વીરચૈતન્ય ફરાયમાન થવાનું છે અને તેથી સાધુઓનું પાલન થવાનું છે. તેથી અધર્મને નાશ થવાનો છે. સર્વ પ્રકારના ધર્મોવાળા જે સર્વ વિશ્વવ્યાપક જૈનધર્મ છે તેને સર્વત્ર પ્રકાશ–પ્રચાર થવાનું છે. ત્રિવિષ્ટ હિમાલય તરફના ઉત્તરના દેશમાંથી તથા તેની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તરફના દેશમાંથી અધર્મનો નાશ થવાનો છે. અનેક ઋષિઓએ પ્રભુ મહાવીર પાસેથી સત્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને તેથી વિશ્વમાં ધર્મનાં આંદલને સર્વત્ર પ્રચાર થવા પામ્યાં છે.
પ્રભુ મહાવીરદેવ, જેમને આપણને પ્રત્યક્ષ સમાગમ થયે છે, તેઓ હવે વિશ્વમાં સર્વથા પ્રકારે ધર્મની સ્થાપના કરશે. જૈન ધર્મમાં વેદ-વેદાન્ત–આગમાદિ પ્રતિપાઘ અનેક પ્રકારનું તત્ત્વજ્ઞાન અનાદિ કાળથી છે. તેને મહાવીરદેવ સર્વથા પ્રકાશ કરશે.
તત્ત્વજ્ઞાન અનાદિકાળથી આત્માદિ તત્ત્વજ્ઞાન પ્રવર્તે છે. તેને પ્રવાહ મન્દ થઈ જાય છે કે તેનો નાશ થાય છે કે તરત તીર્થકરને અવતાર પ્રકટે છે. તેઓ શ્રતજ્ઞાન, કે જેમાં સર્વ પ્રકારનાં તો સાર છે, તેને પ્રકાશ કરે છે. આત્મતત્વ, જડતત્વ, પુણ્યતત્વ, પાપતત્વ, આસ્રવતત્ત્વ, સંવરતવ, નિર્જરાતત્ત્વ, બંધતત્ત્વ અને મેક્ષતત્વ એ નવ તત્વ છે, એમ શ્રી મહાવીર પ્રભુએ મને પ્રકાર્યું છે. ૧. આત્મતત્વ :
આત્મતત્વમાં અનંત આત્માઓનો સમાવેશ થાય છે. કર્મબદ્ધ અને સ્વતંત્ર મુક્ત એમ બે પ્રકારના આત્માઓ છે. કર્મબદ્ધ આત્માઓના પાંચ પ્રકાર છે. એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. તે જ રીતે પૃથ્વીકાયિક, અપકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક એમ ષટ્રપ્રકારની કાયાવાળા આત્માઓ જાણવા. કર્મબદ્ધ આત્માઓ સશરીરી
For Private And Personal Use Only