________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ હોય છે. દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ એ પાંચ પ્રકારનાં શરીરને કમાગે આત્માઓ ધારણ કરે છે. દેવેને અને દેવીઓને વૈકિય, તેજસ અને કાર્મણ એ ત્રણ શરીર હોય છે. અનેક પ્રકારની ઊડવાની અને રૂપ બદલવાની શક્તિયુક્ત, દિવ્ય, નાનું મોટું થનાર તથા પ્રકટ-અપ્રકટ, સૂફમ–મહદ્ આદિ ગુણયુક્ત વૈકિય શરીર હોય છે. આહારનું પચનાદિ કાર્ય કરનાર અને તેજેલેશ્યાદિ લબ્ધિઓનું પ્રવર્તક તેજસ શરીર હોય છે. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારનાં કર્મોથી બનેલું કાર્પણ શરીર છે. આત્માના બળ વડે પુદ્ગલે ખેંચીને આહારક શરીર બનાવવામાં આવે છે. તેને શરીરની બહાર ગમે ત્યાં અસંખ્ય એજન સુધી સંકલ્પ કરીને દેવ, કેવળી વગેરેની પાસે મોકલી શકાય છે અને તેનાથી જ્ઞાનાદિકનો બોધ લઈ શકાય છે કે આપી શકાય છે. એ જ રીતે તેને આહરીને અર્થાત્ ખેંચીને પાછું લાવી શકાય છે અને તેના સૂમ ગુપ્ત પુદ્ગલેને વિખેરી નાખવામાં આવે છે. સાત ધાતુનું બનેલું શરીર ઔદારિક જાણવું. મનુષ્યને ઔદારિક, વૈકિય, આહારક, તેજસ અને કાશ્મણ એ પાંચ પ્રકારનાં શરીરની પ્રાપ્તિનું સામર્થ્ય છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિથી આત્મિક અને કેટલીક જડ શક્તિયુક્ત અને જડમાં વપરાય એવી અઠ્ઠાવીસ લબ્ધિઓ તેમ જ પચાસ લબ્ધિઓ, અષ્ટ સિદ્ધિઓ, નવનિધિઓ વગેરેની પ્રાપ્તિ થાય છે. તીર્થંકર પરમાત્મા અઠ્ઠાવીસ, પચાસ આદિ અસંખ્ય પ્રકારની લબ્ધિઓના આધાર છે. તેઓ સર્વ લેકના પુદ્ગલેને પિતાની ઈચ્છા મુજબ ક્ષણમાં અનેક આકારમાં ફેરવવાની શક્તિ ધરાવે છે. પરબ્રહ્મ મહાવીર દેવ જે ધારે તે એક ક્ષણમાં પૃથ્વીને એક છત્ર સરખી કરી નાખે, સાગરોને મૂઠીમાં રાખી શકે, પૃથ્વીને એક ક્ષણમાં અગ્નિરૂપ કરી શકે અથવા જલને અગ્નિરૂપ કરી શકે, અગ્નિને જલરૂપ કરી નાખે, સર્વ પર્વતેને દંડરૂપ કરી આકાશમાં ફેંકી દે, સૂર્ય-ચન્દ્રાદિ ગ્રહોને જુદા જુદા
For Private And Personal Use Only