________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
અધ્યાત્મ મહાવીર દશાના વ્યવહારને ત્યાગદશા જાણવી. ગૃહસ્થાશ્રમને ત્યાગ દેશવ્યાપક હોય છે અને ત્યાગાશ્રમનો ત્યાગ સર્વવ્યાપક બને છે. અપેક્ષાએ અને આશ્રમના ત્યાગ દેશવ્યાપક અને સર્વવ્યાપક હોય છે. રાગનું દેશ થકી જેમ જેમ વિશુદ્ધ પરિણમન થતું જાય છે તે જ બાદામાં અહં–મમત્વના નાશથી ત્યાગનું રૂપ ગ્રહણ કરે છે. એકેન્દ્રિયથી છેવટ પરમાત્મા પર્યન્તને અપેક્ષાએ સ્વાધિકાર ત્યાગદશા હોય છે. જેમ જેમ ત્યાગભાવ ખીલતે જાય છે તેમ તેમ ત્યાગરૂપ ચારિત્ર્યની વૃદ્ધિ થતી જાય છે અને છેવટે પરબ્રહ્મ મહાવીરત્વ પ્રગટતાં તેમાં સર્વ સમાઈ જાય છે.
ત્યાગીઓ પાસે જે કંઈ છે તે સર્વે ત્યાગને માટે હેવાથી ત્યાગરૂપ છે, કારણ કે બાહ્ય ખપ વિનાના પદાર્થો પર તેઓ મછ રાખતા નથી. તેઓની પાસે વિશ્વની સઘળી ત્રાદ્ધિ હોવા છતાં તે ત્યાગી છે, કારણ કે તેઓ બાહ્ય સંપત્તિમાં મમત્વરહિત પ્રવૃત્તિવાળા છે. સર્વ વિશ્વ તેઓનું છે અને તેઓ સર્વ વિશ્વના છે. એટલે તેઓની મૂછનો ત્યાગ અને તેઓની બાદ ધનાદિક સંપત્તિનો વિશ્વાથે ઉપગ એ જ અંશે અંશે ત્યાગ તથા દાન છે, એમ જાણવું.
બાહ્ય ત્યાગ કરતાં અનંતગણ વિશે પકારી પરબ્રહ્મમહાવીરશક્તિવિકાસક આંતર ત્યાગ છે. બાહ્યાંતર સર્વમાં અપ્રતિબદ્ધ અને શુદ્ધાત્મ મહાવીરને પૂર્ણ પ્રેમી બની જે દેશકાલાનુસારે પ્રવૃત્તિ વા નિવૃત્તિ, જે જે જ્યાં ચાગ્ય હોય તે, કરે છે તે ત્યાગી છે. શુદ્ધાત્મ પરબ્રહ્મમહાવીરાર્પણમાં સર્વ પ્રકારના ત્યાગને અન્તર્ભાવ થાય છે. આત્માના જે ગુણપર્યા છે તે આત્માને દેવા તે આત્મત્યાગ છે. શરીરાદિક બાહ્ય વિભૂતિઓને વિવેકપુરસ્સર ઉપગ કરે તે ત્યાગ છે. જે દ્રવ્યત્યાગીઓ બને છે તે ભાવત્યાગીઓ પણ બની શકે છે. તમે ગુણત્યાગ, રજોગુણત્યાગ અને સવગુણત્યાગ અનુકમથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. તેમાં બાહ્યથી એકદમ હઠ કરીને જે ત્યાગી બને છે તે બૂરી
For Private And Personal Use Only