________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ રીતે લાભ લઈને વિશ્વના જ જેમ જીવે છે, તેમ જેનાં મનવાણ-કાયાદિ તેમ જ આત્માદિ સર્વસ્વ સર્વ લોકેના ભલા માટે એકસરખી રીતે અપ્રતિબદ્ધ છે અને સર્વ લેકે જેનાથી લાભ ઉઠાવે છે તેવી દશાને ત્યાગદશા કહેવામાં આવે છે.
ત્યાગ, પોપકાર, દાન, આત્મભેગ, સેવા વગેરે શબ્દોનું ત્યાગજીવનમાં તાત્પર્ય છે. પિતાનું જે કંઈ છે તે અન્ય લોકોને આપવું અને અન્યના કલ્યાણ માટે સર્વ પ્રકારની આવશ્યક પ્રવૃત્તિઓ કરવી તે ત્યાગ છે. અમુક માટે જે જીવન ગાળવામાં આવે છે તેને જેમ જેમ વ્યાપક બનાવવામાં આવે છે તેમ તેમ ત્યાગદશા ખીલતી જાય છે. ત્યાગદશાની અસંખ્ય શ્રેણિઓ છે. તે અનુક્રમે અનેક જન્મથી પસાર કરવી પડે છે. સર્વ ત્યાગીઓનો આન્તર તથા બાહ્ય ત્યાગ એકસરખો હોતો નથી. તેમાં ષસ્થાનક પડે છે.
મન, વાણી, કાયા, ધનાદિકનો પરાર્થે જેટલો ઉપયોગ તેટલો ત્યાગ અને તે દશાએ તેટલે ત્યાગી આત્મા જાણુ. જડ પદાર્થોમાં સર્વને સ્વાર્થબુદ્ધિથી રાગ પ્રગટે છે અને પિતાને માટે કે કુટુંબ માટે જ વિશ્વની સર્વ સંપત્તિ એકઠી કરવાની પ્રવૃત્તિ થાય છે. પરિણામે અન્યને જે દુઃખ પડે છે તેની કાળજી રહેતી નથી. આવું મર્યાદા વિનાનું સ્વાર્થી જીવન પિતાને સુખ આપવા સમર્થ થતું નથી તેમ અન્યને પણ દુઃખમાં નિમિત્તભૂત થાય છે. તેથી નામરૂપને મેહરાગ ત્યજી વિવેકપૂર્વક અન્ય માટે પૌગલિક જડ વસ્તુને અને ઈચ્છાઓનો ભોગ જે આપ તે જ ત્યાગ છે.
નૈસર્ગિક સ્થિતિએ અને અભ્યાસદષ્ટિએ ત્યાગ એમ બે પ્રકારે ત્યાગ જાણો. ઘર. કુટુંબ વગેરેના સંબંધે આદિનો ભોગ આપીને દેશ, કેમ, સંઘ, સમાજ અને ધર્માદિની ઉન્નતિ માટે અને આત્મશક્તિઓનો વિકાસ કરવા માટે જે તજવાલાયક હોય તે તજવું અને જે કરવાલાયક હોય તે કરવું એવી બાહ્યાંતર
For Private And Personal Use Only