________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
અધ્યાત્મ મહાવીર અનેક સ્વર્ગોમાં પણ શુદ્ધાત્મમહાવીરના દર્શન વિના શાંતિ કે આનંદ નથી. મારા શરીરને ત્યાગાવસ્થામાં દેખીને શેક ન કર, કારણ કે દેહ ગમે તે સ્થિતિમાં પણ જડ અને ક્ષણિક છે. તેનાથી આત્મા ન્યા છે. માટે દેહના અનેક પ્રકારના સંજોગોમાં અને વિયોગોમાં મને આત્મમહાવીરરૂપ એકસરખે અખંડ દેખ.
બહુરૂપી અનેક પ્રકારના વેષ લે છે, પણ તે સર્વ વેથી ન્યા છે, તેમ દેહરૂપ થી મને ભિન્ન દેખ. પુણ્યથી શુભ શરીરે અને પાપથી અશુભ શરીર પ્રગટે છે એમ જાણ. પુણ્ય અને પાપકર્મ વિના શુભાશુભ શરીરની ઉત્પત્તિ થતી નથી એમ જાણ સ્થળ કે સૂક્ષમ દિવ્ય શરીરનું કારણ પુણ્ય અને પાપ છે, માટે પુણ્ય-પાપને કારણશરીર જાણ અને રાગદ્વેષની પરિણતિને મહાકારણ શરીર જાણ.
તેજસ અને કાશ્મણ શરીર તે જ લિંગશરીર છે એમ અપેક્ષાએ જાણ. સ્વપ્નાવસ્થાને અને શુભાશુભ વિચારોને અપેક્ષાએ છાયાશરીર જાણ. દેવોનાં શરીરને દિવ્ય શરીર જાણું. સર્વ પ્રકારનાં શરીરને કર્તા તથા હર્તા આત્મા છે એમ જાણ. માટે શરીરના મેળથી મેળ ના જાણે અને શરીરના નાશથી નાશ ન જાણ.
મારું અને તારું એકસરખું સ્વરૂપ છે એમ જાણું. દેહદષ્ટિથી દેહને દેખે છે અને આત્મદષ્ટિથી આત્માને દેખે છે. મારા અને તારા પર્વે અસંખ્ય જન્મે થઈ ગયા છે એમ જાણ અને જન્મ-મૃત્યુમાં આત્માને અવિનાશી જાણ. આ વિશ્વમાં કઈ પણ વસ્તુને શેક કરે અને કોઈ પણ જડવસ્તુના સાગથી હર્ષ કર કે સત્ય નથી. મેહદષ્ટિને ભૂલવામાં આવે છે અર્થાત મેહદષ્ટિ દૂર થાય છે ત્યારે જડ વસ્તુઓના સંગે અને વિગોમાં હર્ષશોક થતું નથી. ઇન્દ્રજાલિક અનેક પ્રકારની કૃત્રિમ વસ્તુઓ પ્રગટાવે છે, પણ તેમાં તે હર્ષક પામતું નથી. તેમ જડ વસ્તુઓના અનેક આકાર બનાવવામાં અને તેઓના નાશમાં
For Private And Personal Use Only