________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
અધ્યાત્મ મહાવીર છે. હે પ્રભો ! આપ મારા પર કરુણા કરી વહેલા વહેલા પધારશે.” એમ બેલવાની સાથે તે રોઈ પડયા. નંદિવર્ધનને ઉપદેશ:
પરમાત્મા મહાવીરદેવે શ્રી નંદિવર્ધનને સંબોધીને કહ્યું: પ્રિયબંધુ ! જરા માત્ર શક ન કરસંગ ત્યાં સ્કૂલમાં વિયેગ છે. તું મહિને દૂર કરી આભદષ્ટિથી મને અંદર બહાર સર્વત્ર દેખ. આત્મમહાવીરરૂપે તું પિતાને દેખ. તું તે હું અને હું તે તું સત્તાએ એક છીએ. મારું ચિતન્ય સત્તાસવરૂપ વિરાટ સ્વરૂપમાં સર્વ વિશ્વને દેખ. જ્યારે તું અન્તરમાં દેખે છે ત્યારે હું તારી આગળ છું. જ્ઞાનસ્વરૂપે મારું સ્વરૂપ દેખીશ તે સર્વ વિશ્વને યાકારે મારામાં દેખીશ તથા મને અને તેને વિશ્વરૂપે અપેક્ષાએ દેખીશ.
મોહવૃત્તિ થાય છે ત્યારે તું મને તારાથી દૂર અને વિચગી ખે છે, માટે હવૃત્તિને ત્યાગ કર. શરીરને તું મહાવીરરૂપે ન દેખ. શરીર સ્કૂલ અને પુદગલ છે. તેમાં રહેલ હે વસ્તુતઃ તેનાથી ભિન્ન છું. હું અને તું પૂર્વે હતા, વર્તમાનમાં છીએ અને ભવિષ્યમાં હઈશું. તે પ્રમાણે આ પાસે રહેલા દે અને મનુવ્યિોના આત્માઓને ત્રણ કાળમાં નિત્ય જાણુ.
દેહને બાળ, યુવા, અને વૃદ્ધાવસ્થા લાગુ પડે છે, પરંતુ આત્મા બલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થાથી રહિત છે. પાંચ જ્ઞાને ન્દ્રિયના વિષયે ક્ષણિક છે. શીત, ઉષ્ણ, સુખ, દુઃખ એ સર્વ બાહ્ય સંગ અને વિયેગની અપેક્ષાએ કર્મથી થતું હોવાથી ક્ષણિક છે. વસ્ત્રોની પેઠે દેવે અને મનુષ્યના શરીરે બદલાય છે અને કર્માનુસારે નવાં આવ્યા કરે છે. બાહ્ય સુખદુઃખમાં સમભાવે વર્તવાથી પરમાત્મપદ મળે છે. વિનાશી એવા શરીરમાં મને અવિનાશી જાણ. વિનાશી શરીર અને કર્મને કર્તા હું છું એમ જાણું. અવિનાશી આત્માને કોઈ નાશ કરવા સમર્થ નથી. શરીરાદિ સર્વ જડ ભાવે નાશવંત અને ક્ષણિક છે, માટે તેઓના
For Private And Personal Use Only