________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
ઇન્દ્રાતિએ કરેલી સ્તુતિ આપની આજ્ઞાથી વિરુદ્ધ વતી જીવી શકે નહીં—એમ આપે ગૃહસ્થાવાસમાં ઉપદેશ આપે છે અને તે સત્ય છે.
કલિયુગમાં જેન મહાસંઘ, આર્યસંઘનું રક્ષણ કરવા માટે આપને છેલે પૂર્ણ પરમેશ્વરાવતાર છે. કલિયુગમાં સત્યયુગની પેઠે વર્તનારા ત્યાગીઓથી જૈનધર્મને પ્રચાર થશે નહીં. જે કાળે, જે ક્ષેત્રે જેવી રીતે વર્તવું યોગ્ય લાગે તેમ વર્તવું. ગૃહસ્થાએ ગૃહસ્થદશામાં આજીવિકાદિક કર્મથી જીવવું, પણ ગૃહસ્થદશામાં ભીખ માગીને ન જીવવું. કન્યાવિક્રય ન કરો. અન્ય ધમીઓના ગુલામ ન બનવું. ગૃહસ્થ જેનેએ પાખંડીઓના ઘર પાસે વસવું નહીં અને અસુરને પોતાના ઘર પાસે રહેવા ઘર આપવું નહીં. દેવ, ગુરુ, ધર્મનું અપમાન સહેવું નહીં અને કળિયુગમાં પિતાના ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું. ગુરુની આજ્ઞા તે જ મારી આજ્ઞા માનવી.
- કળિયુગમાં ગૃહસ્થ આપના નામ જાપ અને ગુરુની ભક્તિ તથા સાધુની સેવાથી આપનું પદ પામશે, એમ આપે ફરમાવ્યું છે. કળિયુગમાં જૈનેની સેવાભક્તિમાં સર્વસ્વનું અર્પણ કરવું એ જ કળિયુગના જેનેનું કર્તવ્ય છે, એમ આપે પ્રકાડ્યું છે.” એમ કુબેરે - વંદન કરી કહ્યું. નંદિવર્ધનની વિનંતિઃ
હે વાસિષ્ઠ ઋષિ! દેવેએ પ્રભુની સ્તુતિ કરી તે પશ્ચાત શ્રી નંદિવર્ધન, કે જે મારા પ્રિયામા પતિ છે, તેમણે પ્રભુને વંદન કર્યું અને અશુપુર્ણ નયને કહેવા લાગ્યા કે હે પ્રભો ! હવે હું કેની સાથે વાર્તાલાપ કરીશ. સર્વ કાર્યોમાં વીર વીર કહીને હવે કેને બોલાવીશ. મીઠી સત્ય વાર્તાઓ કોની પાસેથી સાંભળીશ. દરેક કર્તવ્યમાં મને કેણુ ઉત્સાહિત કરશે. તેની સાથે બેસીને ખાઈશ. હે પ્રિયાત્મ મહાવીર બંધ ! આપની સંગતિ વિના સ્વર્ગમાં કે વૈકુંઠમાં સત્ય સુખ નથી. અનેક સ્વર્ગો પણ આપના વિના સ્મશાન જેવા છે. આપની સંગતિ વિના એક ક્ષણમાત્ર કટિ વર્ષો સરખા.
For Private And Personal Use Only