________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અeo
અધ્યાત્મ મહાવીર વસ્થા દેખી પ્રભુને સાથનને વીનવવા લાગ્યા કે, હે વિશ્વપતિ! માલિક! પુનઃ દર્શન દેશે. અમારા પર કૃપા રાખશે.” ત્રાષિએ વીનવવા લાગ્યા કે “અમને તમારો આધાર છે. તમારા જીવન વિના અમારું બીજું જીવન નથી. તમો અમારાં હૃદય અને આંખે છે.” મૈત્રેયે કરેલી સ્તુતિઃ
મૈત્રેય ઋષિ કહેવા લાગ્યા કે “આ કાળમાં અને હવે પછીથી તમારા જેવો મહાન સર્વગુણનિધિ પૂણેશ્વર બીજો કોઈ અવતાર થશે નહીં. પ્રત્યે! કૃપા કરી વહેલા દર્શન આપશે.” રાજાએ વીનવવા લાગ્યા કે “હે પ્રભે! કરે જન્મ ગ્રહીને જેટલી આમેન્નતિ ન કરી શકીએ તેટલા તમારા એક ઘડીના સમાગમથી અમારી થઈ છે અને ભવિષ્યમાં થશે. આપની કાયા વડે અમે આપના આત્માને અનુભવવા ભાગ્યશાળી બન્યા છીએ. આપની કૃપાથી અમારાં દિવ્યચક્ષુ ઊઘડી ગયાં છે તેથી આપનું દિવ્યસ્વરૂપ દેખ્યું છે. આ દિવ્યચક્ષુ આપીને અહીં સર્વ લેકેને આપનાં અનેક સાકાર વિશ્વસ્વરૂપ દેખાડ્યાં, તેથી આપ જ એક મહાદેવ છે, પ્રભુ છે, એમ સર્વ લોકોને નિશ્ચય થયે છે.' દેએ કરેલીસ્તુતિ:
! હે કહેવા લાગ્યા કે હે પ્રભો ! કલિયુગમાં આપના જે લોકે ભક્ત બનશે અને ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ એકવીસ દિવસ સુધી રાત્રિદિવસ આપની જેએ અખંડ ભક્તિ કરશે તેને સ્વમમાં તથા ચાક્ષુષ પ્રત્યક્ષ આપનાં વિશ્વસ્વરૂપનાં દર્શન થશે. આપના ભક્ત કલિયુગમાં આપનાં સ્વપ્નમાં તથા ચક્ષુથી આપની અનેકાવસ્થાનાં દર્શન કરી શકશે. અમો સર્વે આપના ભક્તો છીએ. અમે આપની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ અને ચાલીશુ. આપના ઉપદેશથી શુદ્ધાત્મમહાવીરસ્વરૂપ પામવા પૂર્ણ નિશ્ચય થયો છે. હે પ્રભો ! આપનાં વારંવાર દર્શન થાઓ અને આપની કૃપા સદા. અમારા પણ રહે. આપની ભક્તિ માટે અમારી સર્વ પ્રવૃત્તિ હો.
For Private And Personal Use Only