________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહોત્સવ • નથી. ત્યાગીઓનાં ગ્રહણ અને ત્યાગ વસ્તુતઃ વિશ્વના હિતાર્થે હોય છે. તેઓનું હિત તો પ્રથમથી થયું હોય છે. વિવેકબુદ્ધિ જ્યાં હોય છે ત્યાં ત્યાગ સ્વભાવ થાય છે.
નિકાચિત પ્રારબ્ધ ભેગકર્મોને પણ શુભાશુભભાવના ત્યાગથી ત્યાગીઓ ભેગવે છે. તેથી તેઓ વસ્તુતઃ કર્મના ભેંકતા ગણાતા નથી. કર્મ ભેગવવા છતાં તે કર્મની દષ્ટિવાળા હોતા નથી, પણ આત્મદષ્ટિવાળા હોય છે. તેઓ વ્યવહાર છતાં અંતરથી શુદ્ધાત્મમહાવીરદષ્ટિથી વતે છે. ત્યાગીએના ઉપદેશમાં ચમત્કારી અસર રહેલી હોય છે. તેઓ અનેક પ્રકારનાં તપ તપે છે. જ્યાં મહીએ ઘણું હોય છે ત્યાં ત્યાગીઓની જરૂર છે. ત્યાગીઓ વિનાનું વિશ્વ કદી વતતું નથી. ત્યાગના વિચાર અને આચારામાં દેશકાલાનુસારે પરિવર્તન થયાં છે, થાય છે અને ભવિષ્યમાં થયા કરશે. ત્યાગના અનેક માર્ગો પ્રગટે છે. તેમાં કેટલાક ઉત્સર્ગમા હેચ છે અને તેની સાથે જ અપવાદમાગે હેય છે. સર્વે વ્રત, નિયમ ઉત્સર્ગ અને અપવાદવાળાં હોય છે. તેઓનું મુખ્ય સાધ્યબિંદુ -આત્માની શુદ્ધિ કરવી એ જ છે.
આત્મમહાવીરની પ્રાપ્તિરૂપ સોપયોગને જે માર્ગો પાસતા, નથી તે માર્ગો નથી. આત્માને માટે નિત્ય, નૈમિત્તિક, ઔપચારિક વ્યાવહારિક, અપચારિક, નૈઋયિક વગેરે અસંખ્ય જ્ઞાનાદિ માગી છે. તે સર્વે કંઈ એના માટે હેતા નથી. જેના માટે જે નિયતિરૂપ નિર્માણ થયેલા છે તે માર્ગથી તે શુદ્ધાત્મમહાવીરપદને પામે છે. મને પામતાં વચ્ચે જે જે પ્રતિબંધે વેદાય તેને ત્યાગ કરે તે ત્યાગમાર્ગ છે.
એવા ત્યાગમાર્ગમાં વિચરતાં વચ્ચે આવનારા દુશ્મનને જીતીને જિન બનો. તમારા આત્મામાં પરમેશ્વરપણું છે. તમે સત્તાએ જિન છે, પરંતુ વ્યક્તિથી જિન બને. જિનનું સ્વરૂપ જાણ્યા
For Private And Personal Use Only