________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર મનમાં પિતાને જેવા ધારે તેવા બનવાની તમારામાં શક્તિ છે.
કૃતિની શક્તિ અનંત છે અને આત્માની શક્તિ પણ અનંત છે. આત્માની શકિતઓના તાબે પ્રકૃતિની શક્તિઓને કરો એટલે તમે અધ્યાત્મમહાવીર બની શકશે. મળેલા અવતારમાં જેટલું બને તેટલો પુરુષાર્થ કરે અને સર્વ પ્રમાદેથી દૂર રહે એટલે ત્યાગમાર્ગમાં–આત્મામાં ઊંડા ઊતરશે. ત્યાગાવસ્થામાં આત્મા વીજળીવેગે આત્મશક્તિઓના પ્રકાશમાં આગળ વધે છે. તેમાં પુરુષનો અને સ્ત્રીઓનો એકસરખે અધિકાર છે એમ જાણો.
ત્યાગશક્તિઓને પામો. ત્યાગની શક્તિઓ આગળ અન્ય શક્તિઓ નમે છે. જેના કુળમાં ત્યાગીઓ પ્રગટે છે તેનું ફળ વિશ્વમાં સર્વોત્તમ અને પવિત્ર બને છે. ત્યાગીઓ સમાન કોઈ પવિત્ર નથી. નિસ્પૃહ ત્યાગીઓને સર્વ વિશ્વ નમે છે. વૈરાગ્યથી ત્યાગીઓ વિશ્વમાં સૂર્યની પેઠે પ્રકાશે છે.
દે અને મનુષ્યો ! ત્યાગીઓની સંગતિ કરે અને તેમના જેવા પિતાના આત્માને કરે. જે દેશમાં, ખંડમાં, કામમાં, ત્યાગીઓ છે ત્યાં જીવતું પ્રભુમય જીવન છે. ત્યાગીઓ સર્વત્ર અપ્રતિબદ્ધ છે અને સર્વ વિશ્વમાં જીવતી આત્મશક્તિઓને પ્રચાર કરનાર છે. ગ્રહસ્થાના ઘરના અતિથિ એ ત્યાગીએ છે. ત્યાગીઓના ગુણે દેખો. તેઓની પૂજાસેવા કરે. તેઓમાં અને મારામાં અભેદતા જાણો. જીવતાં મુક્તિનું સુખ અનુભવનારા ત્યાગીઓ છે. પ્રભુમાં મસ્ત રહેનારા ત્યાગીઓ સર્વ આવરણેને દૂર કરી સર્વજ્ઞ વીતરાગ મહાવીર બને છે.
જે વસ્તુઓ પિતાની નથી તેઓને પિતાની ન માને. ત્યાગીએ જડ વસ્તુઓના ગ્રહણમાં અને ત્યાગમાં તટસ્થ બની પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ ગૃહસ્થો કરતાં જડ વસ્તુઓના ગ્રહણ–ત્યાગમાં અનંતગુણ નિપી તથા અપ્રતિબદ્ધ રહે છે. વિશ્વની સર્વ ઋદ્ધિનો ત્યાગ કરતાં પ્રસંગે તેઓ ક્ષણમાત્રની પણ વાર લગાડતા
For Private And Personal Use Only