________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહત્સવ અન્ય લોકોને તેમના ગુણકર્માનુસારે પ્રવર્તાવીને પકાવી આગળ ચઢાવો. ' મેં કર્યું, હું જ કરનાર છું” એવા અહંકૃતિભાવને ત્યાગ કરો. જે થાય છે તે મારી જ્ઞાનાજ્ઞા પ્રમાણે થાય છે, એવો નિશ્ચય કરે. બોલવાનું હોય તેટલું બોલે અને નકામું જે બોલાય તેને ત્યાગ કરો. તમારા મૌનથી લોકો જે શીખે છે અને પ્રવર્તે છે. તેમાં અધિક સત્ત્વ રહેલું છે. પવિત્ર રહેણથી રહેવું તે મૌન છે. ખપ જેટલું બેલવું અને વિચારીને બોલવું તે મૌન છે. મનમાં પ્રગટતા અનેક અશુભ વિચારોના સંકલ્પ-વિકલને દૂર કરવા તે માનસિક મૌન છે. મૌનપણું ધારવું તે મુનિ પણું છે અને તે જ ઋષિપણું છે. તેથી અનેક શક્તિઓની વૃદ્ધિ અને તેનું રક્ષણ થાય છે.
મૌનપણામાં જેટલું મહત્ત્વ છે તેટલું બીજા કશામાં નથી.. મૌનપણામાં ઉત્તરોત્તર આગળ વધે અને તેથી તમે અવશ્ય શીધ્ર મહાવીર થશે. મૌનપણું ધારણ કરીને અનેક ઋષિઓ મુક્ત થયા છે, થાય છે અને થશે. મૌનપણું એ મહાસાત્વિક ત્યાગ અર્થાત્ સંન્યાસ છે. તેની આગળ વિશ્વના લેકે નમી પડે છે.
દેવો અને મનુષ્યો ! આત્મામાં તલ્લીન થાઓ. આમામાં કેવળજ્ઞાન પ્રગટાવવા માટે એકાંત અને નિર્જન સ્થાનમાં ધ્યાનસમાધિથી આભમહાવીરમાં આરૂઢ થાઓ. મન વડે આત્માનું ચિંતન કરો. આત્માના સ્વરૂપને ત્રણ કાળમાં નિત્ય અનુભ, આભામાં જે અનંત જ્ઞાન, અનંત આનંદ છે એને બાહ્ય સંક૯પ-વિકલ્પરહિત થઈ અનુભવ કરે એટલે જડ વસ્તુઓથી સુખ પ્રાપ્ત થાય છે એવો જે અનાદિકાલીન અધ્યાસ છે તેને નાશ થશે. આત્મા અજ છે. સબળ અર્થાત તમન્, રજસ અને સર્વ પ્રકૃતિ એવી ત્રિવિધ પ્રકૃતિવાળું બ્રા (યાને આત્મા) તે સબલ બ્રહ્મ છે. પ્રકૃતિરહિત ભાવવાળા બની શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કરે. પ્રકૃતિના બળસહિત આત્માનું જ્ઞાન કરો અને પ્રકૃતિના બળરહિત આત્મબળનું જ્ઞાન કરે. તમે પિતાને જેવા ઈચ્છો તેવા કરી શકે તેમ છે.
For Private And Personal Use Only