________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
અધ્યાત્મ મહાવીર નાનું બાળક ચાલવા માડે છે ત્યારે પ્રથમાભ્યાસમાં એક દિવસમાં પચીસ વખત પડે છે, છતાં તે ચાલવાનો પ્રયત્ન કર્યા કરે છે. ચાલવાની સાથે પડવાનું તે હોય છે, છતાં પુરુષાર્થથી અને શક્તિથી છેવટે કાર્યની સિદ્ધિ થાય છે. તેમ દરેક બાબતમાં ગતિ કરવાની સાથે ખેલન હોય છે. મોટા મોટા દેશે અને નાનાને નાના દે; પરંતુ તે વિના આગળ કઈ ગતિ કરી શકતું નથી. પડ્યાથી પાછું તે કરતાં વિશેષ ઉત્સાહથી જે આગળ ચાલે છે તે ખલનરૂપ દેના ત્યાગથી ત્યાગી બની શકે છે.
ગ્રહણ અને ત્યાગ એ બંને ભાવથી વિરામ પામવું એ જ મનની મુક્તિ છે. ગ્રહણ પરિણામ અને ત્યાગપરિણામ એ બને જાતના પરિણામથી આત્માને ન્યારો અનુભવ એ જ સર્વત્ર વિશ્વમાં વતંત્ર જીવન્મુક્ત દશા છે. તે દશાને તમે પામે.
આત્માની સાથે રહેલી કર્મપ્રકૃતિમાં અપેક્ષાએ દેશે અને ગુણાની ભાવના છે. દો તે અપેક્ષાએ ગુણે છે અને ગુણે તે અપેક્ષાએ દોષે છે. આત્માની સાથે તમે ગુણ, રજોગુણ અને સવગુણ પ્રકૃતિ અનેક પ્રકારની માયિક લીલાથી ખેલ્યા કરે છે. તેમાં વિવેકબુદ્ધિથી જેવું અને વિવેકબુદ્ધિથી વર્તવું. રજોગુણી, તમે ગુણી અને સત્વગુણુ વૃત્તિઓનો અને તેથી થતી પ્રવૃત્તિઓને જેઓ આત્મામાં આરોપ કરતા નથી અને આત્મા મહાવીરને શુદ્ધ દ્રવ્યાર્થિક દષ્ટિથી જેઓ ત્રણ ગુણથી ભિન્ન દેખે છે તેઓ આભાને આત્મરૂપે અને પુદ્ગલ કર્મ પ્રકૃતિને પ્રકૃતિરૂપે દેખે છે. પરિણામે સર્વ કર્તવ્ય પ્રવૃત્તિઓમાં તેઓ નિર્લેપ, અબંધ અને નિઃસંગપણે વર્તે છે.
તમજૂ, રજસ્, સવમાં ગુણ અને દેષ એ ભાવના સાથે પ્રવર્તે છે. પુદ્ગલને પુદ્ગલરૂપ જાણ્યા પછી તથા આત્માને આત્મારૂપ જાણ્યા પછી ગુણ અને દોષની દૃષ્ટિ રહેતી નથી. તેથી આત્મા જે કાંઈ કરે છે તે સારું કરે છે. જે કંઈ થાય છે અને થશે તે સારું છે એ નૈસર્ગિક ભાવ રહે છે.
For Private And Personal Use Only