________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५६
અધ્યાત્મ મહાવીર બાહ્ય નિમિત્તભેદની જુદાઈ નડતી નથી અને તેઓ મારા શુદ્ધાત્મમહાવીર સ્વરૂપને પામે છે તેમાં જરામાત્ર સંશય નથી અને ભવિષ્યમાં કોઈએ સંશય રાખે નહીં.
સર્વથા પ્રકારે જે શુદ્ધાત્મમહાવીરદેવના રાગી છે એવા ત્યાગીએ વેષાચારની અનેક પ્રકારની ભિન્નતામાં કંઈ સત્ય જોતા નથી, છતાં વ્યવહારની ઉપાગતાએ સર્વ કદાઝહરહિત થઈ કર્તવ્યકર્મો કરે છે અને સર્વ સંશાથી રહિત થાય છે. બાદા ત્યાગ કરતાં આંતર ત્યાગની અનંતગુણ કિંમત છે. વેષ-કિયાવાળા ત્યાગ કરતાં દુર્ગુણત્યાગથી થયેલા ત્યાગની અનંતગુણી કિંમત છે. જે કાળે, જે દેશે, જે સમયમાં, જે ત્યાગની ઉપગિતા છે તેની અનંતગુણ કિંમત છે. અંધ પરંપરાવાળા ત્યાગની ગાડરિયા પ્રવાહ જેટલી કિંમત છે. આદર્શ પર વિના ત્યાગમાર્ગની ઉપયોગિતા જણાતી નથી. માન, પૂજા, કીર્તિ, આજીવિકાદિની લાલાસાઓએ કરી ત્યાગમામાં પ્રવેશ કરવાથી ત્યાગી બની શકાતું નથી. સાધ્ય કે લક્ષ્ય વિનાને ત્યાગ તે ત્યાગ નથી. અમુક વેષાચારપરંપરામાં ગુણે વિના સજીવન ત્યાગ નથી, જે જે અંશે દુe અધમ્ય કષાયોને ત્યાગ તે તે અંશે ત્યાગ છે.
સર્વ પ્રકારના મેઘે જેમ પૃથ્વી પર વરસે છે તેમ સર્વ પ્રકારના ત્યાગધમે મારા પ્રતિ ગમન કરે છે. તે જ રીતે સર્વ પ્રકારના ગૃહસ્થ આદિ ધર્મો પણ મારા પ્રતિ ગમન કરે છે. આત્મમહાવીર એવા મારા પ્રતિ સર્વ ભિન્ન ભિન્ન દર્શન, મો, પંથે ગતિ કરે છે અને પોતપોતાની ગતિથી મારા પ્રતિ થેડાઘણા અંશે આવે છે. માટે સર્વ વિશ્વ માટે હું પ્રાપ્ય છું એમ સત્ય જાણે.
વિશાળ હૃદય કરો. દોષી જેને તિરસ્કાર ન કરે અને મારી મહેરબાની ઈચ્છતા હો અને ગુનાઓ માફ કરવા મને તમે વીનવતા હો તો સૌથી પહેલાં તમે દેવીઓને ધિક્કારો નહીં, પણ દેવીઓ તરફ પ્રેમદષ્ટિ રાખી તેઓના દોષે ટળે એમ પ્રવૃત્તિ
For Private And Personal Use Only