________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદક્ષા મહેસવ
૪૫૩ કરે. મનરૂપ સારથિને પિતાની આજ્ઞા પ્રમાણે ચલાવો અને દરરોજ આગળ પ્રકાશમાં ગમન કરે. ધ્રુવના તારાની પેઠે સર્વ જડ વિશ્વમાં પિતાની ઉત્તરતા દેખી તે તરફ જાઓ.
તમે તમારા આત્માની સત્ય બુદ્ધિથી કર્તવ્ય કરે. ગુણકર્માનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો કર્મો કરવા છતાં મારામાં મન રાખીને મારા શુદ્ધત્મસ્વરૂપને પામે છે અને સંસારસમુદ્રને તરી જાય છે. રાગદ્વેષ વિના સંસારસાગરની ઉપર સહેજે તરી, આસક્તિ વિના સર્વ પદાર્થોના ઉપરી થઈ ઉપર રહેવાય છે એમ જાણે. આસક્તિથી સર્વ પદાર્થોની નીચે રહેવાય છે. આત્મરૂપ બનીને સવ* વિશ્વને પિતાની સત્તા નીચે ચલાવે. મનને વશ કરે
મન-વાણું-કાયા પર શુભાશુભ અસર કરનારી મોહસત્તાને દૂર કરી નાખે. આસક્તિરૂપ પતીને પગ તળે દબાવી દે, મનરૂપ પશુના ઉપરી બની પશુપતિ થાઓ. મનરૂપ વૃષભને વશ કરી, આભાની કાંતિ પામી સત્ય બાષભ બને. મનરૂપ હાથીને વશ કરી અજિત બને. મનરૂપ ઘેડાને વશ કરી તે પર સવારી કરે. મનરૂપ વાનરને વશ કરી આત્માની આજ્ઞા પ્રમાણે ચલાવે. મનરૂપ ઊંચ પક્ષીને વશ કરી તેના પર સવારી કરે. મનને કમળ જેવું નિર્લેપ બનાવી પદ્ધદેવ (પ્રભુ) બને. મનરૂપ મકરને વશ કરી તેની પકડને દૂર કરો. મનરૂપ મૃગને પાંચ ઈન્દ્રિયરૂપ ક્ષેત્રમાં ચરતું - બંધ કરી તેને વશ કરે. મનરૂપ ગરુડ પર સવારી કરે. મનરૂપ સિંહને વશ કરી તેને પિતાની આજ્ઞા પ્રમાણે ચલાવે. મનરૂપ સર્પની રાગદ્વેષરૂપ બે દાઢાઓને ખેંચી કાઢી તેને વશ કરો. મનરૂપ પાડાને પિતાના વશ કરે. આત્મારૂપ ક્ષેત્રમાં ધર્મરૂપ મેઘની વૃષ્ટિ કરો. તેમાં આત્માના ગુરૂપ બીજે વા અને તેનાં - ફળ ૨હે.
સર્વ વિશ્વમાં અશાંતિ, યુદ્ધ, કલેશ, પાપ કરનાર મોહ છે.
For Private And Personal Use Only