________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
અધ્યાત્મ મહાવીર એમાં જરા માત્ર સંશય નથી.
મોટા જથ્થામાં ભેગે થયેલે પારે પિતાની આગળ પાછળ રહેલા પારદનાં નાનાં બિંદુઓને આકર્ષે છે અને લેહચુંબક જેમ સોય વગેરેને. આકર્ષે છે, તેમ આત્મા પોતાના મનના શુભાશુભ પરિણામના બળથી શુભ પુદ્ગલરૂપ પુણ્યને અને અશુભ પુદ્ગલરૂપ પાપને આકર્ષે છે અને તે વડે સુખદુઃખના સંગને અનુસરે છે. શુભાશુભ વિચાર વડે સર્વ પ્રકારની શરીરાદિ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. સૂમ વિચારો જ સ્થળ દેહસૃષ્ટિના ઉત્પાદક છે તેમ જ અનેક સ્થૂળ પગલિક કાર્યોના બ્રહ્મા અર્થાત્ કતાં છે. શુભાશુભ વિચાર કરનારું મન જ્યારે આત્મા સંમુખ થાય છે ત્યારે શુભાશુભ વિચાર બંધ પડવાની સાથે શુદ્ધાત્મમહાવીર ચિદાનંદ પ્રકાશ ખીલતે જાય છે અને તે સંપૂર્ણપણે પણ તે જ મુક્તિ છે. એવી મુક્તિ આત્મામાં જ છે. આત્માની બહાર મુક્ત શોધવાની નથી.
જેટલા વિચાર તેટલા જન્મ અને તેટલાં મરણ. શુભાશુભ પરિણામ તે જ સંસાર છે. સૂર્યવિકાસી કમળ જેમ સૂર્યના સામું રહે છે, સૂર્ય વિના તે વિકાસ પામતું નથી, સૂર્ય ઘણું જ દૂર હેવા છતાં સૂર્યની સાથે તેનો વિકારાવારૂપ પ્રેમ છે, તેમ તમે દેવો અને મનુષ્યો મારી સાથે એવો પ્રેમસંબંધ પ્રગટાવે. એ. પ્રેમસંબંધ પ્રગટાવતાંની સાથે તમે પ્રકાશ થશે. કમળને સૂર્યનાં કિરણોની સાથે જે સંબંધ છે, કુમુદિનીને ચંદ્રપ્રકાશની સાથે જેવો પ્રેમસંબંધ છે. મીનનો જન! રાચે જેવો પ્રેમસંબંધ છે, તેવો પ્રેમસંબંધ મારી સાથે રાખવાની સાથે તમે સહેજે ત્યાગી થશે.
જડના પૂજારીઓ જડને પામે છે અને ચેતનવીરના પૂજારીએ સહેજે ચેતનવીરને પામે છે. મને જેવા રૂપે જાણી--માનીને ભજશે તેવા તમે થશો અને તેવું પામશે. જેવું તમારું મન તેવા તમે છો. પાંચ ઇન્દ્રિયના ઘડાઓને સંયમરૂપ લગામથી વશ
For Private And Personal Use Only