________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહોત્સવ
४४५ સમાન રૂપમાં બાળીને ભસ્મ કરી અને મારા સ્વરૂપમાં લીન બની શુદ્ધાત્મમહાવીરપદને પામે છે.
વનમાં ફરતાં હરણની દશા દેખે. તેઓ મોરલી કે વેણુ, વગાડનારાઓની પાસે જાય છે. તેઓ તે વખતે જરામાત્ર મૃત્યના ભયને વિચાર કરતાં નથી. પારધીએ તેમને મારી નાખે છે તે પણ ગાનરાગને–શ્રવણેન્દ્રિયના વિષયરાગને ત્યાગ કરતાં નથી. ગાયન સાંભળવામાં મશગૂલ થયેલાં એવાં મૃગલાં સુખેથી મરે છે તેમ જેઓ મારા શુદ્ધાત્મસ્વરૂપનું માહાઓ સાંભળવામાં પ્રાણને હિસાબ ગણતા નથી, મારા તિસ્વરૂપને દેખી પતંગિયાંની પેઠે આવીને હેમાય છે અને મરતાં મરતાં પણ મને સાંભળવા-દેખવામાં જ જેઓને પૂર્ણ પ્રેમ છે, પૂર્ણ મસ્તી છે તેઓ મને જ પામે છે. તેઓ રાજ્ય, વૈકુંડ, ધન, પુત્ર, સ્ત્રી આદિને ભૂલી જાય છે. ઈન્દ્રની અપ્સરાઓ પણ જેઓને કૃષ્ણવર્ણ ભૂંડણ એ જેવી લાગે છે, ધૂળમાં અને રનમાં જેને એકસરખે ભાવ છે, આત્મમહાવીરનું સ્વરૂપ સાંભળવામાં જેઓ મહાવ્યસની હરણ અને નાગના જેવા એકરસિયા બન્યા હોય છે તેઓ પરબ્રહ્મ સ્વરૂપને પામે છે.
નદીઓ સમુદ્રમાં મળીને, પિતાનાં નામે અને રૂપે (આકારોનો ત્યાગ કરીને સાગરરૂપ બની જાય છે, તેમ તમો તમારા નામre અને રૂપમાં મને દેખે અને જુદાં નામરૂપનો ત્યાગ કરીને મારારૂપ બની જાઓ. શરીર એ મારું રહેવાનું સ્થાન છે અને હું શુદ્ધાત્મ અક્ષર બ્રહા અનંત સૂરસાગર છું એમ અંતરમાં અનુભવે.
- ત્રણ પ્રકારના પદાર્થોનું વિશ્વ છેઃ નામરૂપ પદાર્થો, જ્ઞાનરૂપ પદાર્થો, યરૂપ પદાર્થો. તેમાં જ્ઞાનરૂપ આત્મામાં નામ પણ ફેયરૂપ છે. નામ અને જડ-ચેતનમય વિશ્વ એ સર્વ જ્ઞાનાત્મામાં ભાસે છે. જ્ઞાનાત્મરૂપ પોતાને ધારો અને નામરૂપ મેહથી નિવૃત્તથાઓ. સાગરમાં જલનું એક બિંદુ ભળીને સાગરરૂપ થાય છે, અમર થાય છે, તેમ તમે આત્માના અનંત જ્ઞાનાનંદ રૂપમાં ભળીને
For Private And Personal Use Only