________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર છે, તે પણ તેઓ ભઠ્યપ્રેમ અને જિહાર રાગને ત્યાગતાં નથી. તેમ જેઓ શુદ્ધભ પરબ્રહ્મ પ્રેમરસમાં એટલા બધા રસીલા બને છે કે જેથી શરીરનો નાશ થાય, ધન, સત્તા આદિનો નાશ થાય તે પણ તેની પરવા કરતા નથી અને દેહ કે પ્રાણથી મરવામાં પિતાની મસ્ત દશાને ચૂકતા નથી તેઓ મને પામે છે.
ભ્રમરો ગધના ઘણા લાલચુઓ હોય છે. સરોવરના કમળમાં ગંધના રાગથી એટલા બધા ચિટી જાય છે કે તે સૂર્યાસ્તને પણ જાણી શકતા નથી. સૂર્યાસ્ત થતાં કમળ બિડાય છે ત્યારે તે કમળોમાં ચૂંચું કરતા રહે છે. રાત્રિમાં હાથીઓ સરોવરમાં પડી કમળાને તેડી-કચરી નાખે છે તેના ભેગા ભમરાઓને પણ નાશ થાય છે, છતાં તેઓ પિતાની ટેવ છેડતા નથી. ભમરાઓની પેઠે જેઓ આભમહાવીરના ગુણેની સુગંધીમાં મસ્ત બને છે અને કાળનો ભય ગણતા નથી; ધન, સત્તા, કુટુંબ, દેહનું ભાન પણ ભૂલી જાય છે, ટાઢ, તાપાદિનાં દુઃખને પણ જેઓ હિસાબમાં પાણતા નથી; પ્રતિષ્ઠા, કીર્તિ, નામરૂપને મેહ જેઓ ભૂલી જાય છે અને મારામાં એટલા બધા આસક્ત બની જાય છે કે જેથી તેઓ બાહ્યમાં ત્યાગ કે ગ્રહણનું ભાન ધારી શકતા નથી એવા મસ્ત ભક્તો છેવટે હાદિ કર્યાવરણને હટાવી સર્વપદ પામે છે.
ચેમાસાની ઋતુમાં ઘણા પતંગિયાં થાય છે. દીપકનો પ્રકાશ, તાપણું વગેરેનો પ્રકાશ દેખીને તે તરફ ઊડે છે અને આજુબાજુને વિચાર કર્યા વિના તેમાં પિતાની કાયાને હેમ કરે છે અને દેહને ભસ્મરૂપ બનાવે છે. તેમના એવા ચક્ષુ ઇન્દ્રિયના વિષયરાગની પેઠે મારા ભક્તો, સંતો, ફકીરો મારા માટે દેહ-વિષય-ઈન્દ્રિય-મનને હમ કરે છે અને મારા સ્વરૂપમાં લીન થવા માટે પછી શું થશે, કુટુંબ વગેરેનું શું થશે વગેરે બાબતે કંઈ પણ વિચાર કરતા નથી. ઈન્દ્રિયેના સુખની લાલચને તેમ કરવામાં જરામાત્ર આનાકાની કરતા નથી. જડની અહંતા અને મમતારૂપ સૂક્ષ્મ દેહને મારા અગ્નિ
For Private And Personal Use Only