________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४३
ત્યાગદીક્ષા મહોત્સવ નથી. મારા તત્વજ્ઞાનની બહાર કઈ તત્વજ્ઞાન નથી. જેટલાં વિજ્ઞાને છે અને પ્રકાશિત થશે તે સર્વ મારાથી પ્રકાશેલાં જાણે. દુનિયામાં અનેક પ્રકારની શક્તિઓ, ચમત્કારે છે તે આત્મવીરના આધારે છે એમ જાણે. સત્યથી સદા પ્રવર્તી અને અસત્યથી પાછા ફરે. સત્યરૂપ હું છું અને અસત્ મેહમાયા છે એમ જાણે. મારા જૈનધર્મરૂપ સાગરમાંથી તરંગરૂપે ઊઠેલા (ઉત્પન્ન થયેલા અનેક શાખારૂપ ધર્મો જાણો.
સર્વ લેકે મારા સ્વરૂપ તરફ લક્ષ દો અને સર્વ બંધનેથી મુક્ત થાઓ. એક વસ્તુના સ્વરૂપને અનેક દષ્ટિએથી અને સ્યાદ્વાદરૂપ સમ્યજ્ઞાનથી સર્વ બાબાને તપાસો. અનેક અપેક્ષાઓથી સત્યને નિર્ણય કરે. અજ્ઞાન–મોહથી ભ્રમિત ન બને. આત્મા વિનાની સર્વ જડ વસ્તુઓમાં મેહથી બદ્ધ ન થાઓ. સર્વ જડ વસ્તુઓ પ્રતિ થતા મમતા–મેહને દૂર કરો, અને અનંત સુખ છે એ દઢ નિશ્ચય કરી શુદ્ધોપગ ધારણ કરે. રાગદ્વેષ વિના આત્માને આત્મસ્વરૂપે સંભાર અને અનુભવ એ જ શુદ્ધો પગ છે. શુદ્ધપયોગથી આત્મામાં અનાદિકાળથી તિરભાવે રહેલા અનંત સુખને આવિર્ભાવ થાય છે.
દેવે અને મનુષ્ય! તમો સર્વે સત્ય પ્રેમથી વર્તે. દુનિયામાંથી સારું છે. આત્મા પર સર્વ દષ્ટાંતને સવળાં કરી ઉતારે. કરસ્પર્શમાં મસ્ત થયેલ હથી હસ્તિની માટે ખાડા–કાદવ કંઈ પણ દેખતે નથી એ તેને પ્રેમ છે, તેમ જે આત્મમહાવીરપ્રભુ પર પૂર્ણ પ્રેમી બને છે અને પ્રભુપ્રાપ્તિ માટે શરીરને નાશ થાય તે પણ જે શરીરની પરવા કરતા નથી તેઓ મને પામે છે અને જન્મ–જરા-મૃત્યુના દુઃખથી મુક્ત થાય છે.
માછલાઓ લેટ વગેરે ભય પદાર્થોની લાલચે પારધીએ. વગેરેના પંજામાં સપડાય છે. ભક્ષ્ય પદાર્થ ખાતાં તેઓની જીભ પર કાંટા વાગે છે અને તેથી તેઓ જિ હારસની લાલચે પ્રાણ ખેવે
For Private And Personal Use Only