________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. ત્યાગદીક્ષા મહોત્સવ સત્યરૂપા વાસિષ્ઠ ઋષિ! તમે વખતસર પ્રભુ પરબ્રહ્મ મહાવીરદેવના ત્યાગદીક્ષા પ્રસંગે આવી પહોંચ્યા નહિ. તમે સયા વખતે આવી પહોંચ્યા. હવે રાત્રિ થવા આવી છે. પ્રભુ તે ત્યાગદીક્ષા અંગીકાર કરી નગરની બહાર વનમાં ચાલ્યા ગયા છે, પરંતુ તમારા પૂછવાથી ત્યાગદીક્ષા મહત્સવનું વર્ણન કરું છું તે લક્ષ દઈ સાંભળે. દીક્ષા મહોત્સવનું વર્ણન: - માગસર વદિ દશમના પ્રાતઃકાળથી આરંભી વૈમાનિક અને
તિષી ઈન્દ્રો આકાશમાં વિમાને રાખી હેઠા ઊતરવા લાગ્યા. તેઓની સાથે અસંખ્ય દેવ અને દેવીઓ હતાં. તે સર્વે શ્રી પ્રભુ મહાવીરદેવ પાસે આવી, તેમને વંદન નમન કરી તેમના નામને જયઘોષ કરવા લાગ્યાં. ભવનપતિ અને વ્યન્તરના સર્વે ઈન્દોએ પિતપોતાના પરિવારનાં દેવ અને દેવીઓ સહિત પરમેશ્વર મહાવરદેવ પાસે આવી, વંદન-નમન-પૂજન કરી જયઘષ કર્યો. ચોસઠ ઈન્દ્ર, ઈન્દ્રાણીઓ, દેવ, દેવીએ અને રાજાઓ વગેરેએ પ્રભુને સ્નાત્રકલશોથી સ્નાન કરાવ્યું. દેરાસરમાં તીર્થકરની પ્રતિમાઓ આગળ અનેક તેત્રોનાં ગાન થવા લાગ્યાં. ક્ષત્રિયકુંડનગરમાં નન્ટિવર્ધન રાજાએ મહત્સવ પ્રારંભ. દેશપરદેશથી અનેક રાજાઓ,
For Private And Personal Use Only