________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
પ્રભુ મહાવીરદેવની આશિષ
૪૩૩ હોય તો પણ તે જૈન ધર્મ છે. મારા ગૃહસ્થનું અને ત્યાગીઓનું તેમના માટે, કુટુંબ માટે, સમાજ માટે, ચતુર્વિધ સંઘ માટે, રાજ્ય માટે જે જે દેશકાલાનુસારી વર્તન થાય છે અને થશે, તેઓ દેશકલાનુસારે મન-વાણ-કાયાની જે જે પ્રવૃત્તિઓ કરશે અને કરાવશે, જે જે રાજ્યાદિક વ્યવસ્થાઓ, નીતિએ, કાયદાઓ ઘડશે અને ઘડાવશે તે સર્વ અસંખ્ય ભેદવાળે જૈનધર્મ છે.
સમુદ્રમાં અસંખ્ય તરંગો ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે. તે જેમ સમુદ્રરૂપ છે તેમ આત્માના જ્ઞાનાદિક ગુણ, મનના શુભ વિચાર, વાણુને શુભ ઉપગ, કાયાની શ્રેમ પ્રવૃત્તિ, જે સ્વાર્થ કે પરાર્થ માટે થયાં છે, થાય છે અને થશે, તે અસંખ્ય ભેદેએ આન્તર–બાહ્ય જૈનધર્મ છે. મારું શરણ લીધા બાદ સર્વ જીવોમાં જૈનધર્મનો પ્રગટભાવ થાય છે. , શ્રીમતી યશદાદેવી! મારા પર એકસરખી શ્રદ્ધા-પ્રીતિના ધારક હોય તે જ જેનો છે. મારી શ્રદ્ધા કર્યા વિના કેઈપણ મનુષ્ય ભક્ત, ધમી બની શકતા નથી. યશદાદેવી! મારાથી સત્ય ત્યાગ માર્ગનો પ્રકાશ થવાનો છે. નિઃસંગ ત્યાગીઓથી ગૃહસ્થો ધર્મ માં અપ્રમાદી રહે છે. જયાં ત્યાગીઓ છે ત્યાં મારે સત્ય જૈનધર્મ છે. ત્યાગથી આત્માની શુદ્ધિ થાય છે. ત્યાગથી શાન્તિ મળે છે. ત્યાગથી અનેક પ્રકારની વિષયવાસનાઓને નાશ થાય છે. ત્યાગીઓની પાસે હું આમ મહાવીરભાવે હાજરાહજૂર છું. મારું નામ દેવાની સાથે, સ્મરણ કરવાની સાથે આભમહાવીરને ભાવ પ્રગટે છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય આદિ અનંત ગુણે, પર્યા, શક્તિઓ છે. તે ઉપરથી મેહભાવને નાશ થતાં, મેહ ત્યાગ થતાં, કમવરણ હટી જાય છે. ત્યાગદશાથી આમાની અનંત શક્તિઓ ખીલે છે. ત્યાગીઓ જે પ્રમાણમાં વીતરાગે, જિને, અહં તે બને છે તે પ્રમાણમાં ગૃહસ્થ બનતા નથી. આવતીકાલથી મારા ત્યાગમય જીવનનો આરંભ થશે.
salli
For Private And Personal Use Only