________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
અધ્યાત્મ મહાવીર અને અન્ન, વસ્ત્ર વગેરેનું દાન એક વર્ષ પર્યન્ત આપવાથી ત્યાગમાર્ગની સિદ્ધિ થાય છે. દાન વિના ગૃહસ્થ ધર્મની સિદ્ધિ થતી નથી. જે દાન કરે છે તે જ મારે આશ્રય કરે છે. દાન વિના શુદ્ધાત્મા મહાવીરની પ્રાપ્તિ થતી નથી. દાનથી ત્યાગી પદ પ્રાપ્ત થાય છે. જે સર્વ ઘાતક વસ્તુઓને સંગ્રહ કરે છે અને અન્ય લકોને દાન આપતા નથી તે મારા ધર્મમાં એક તસુમાત્ર પણ ગતિ કરી શકતો નથી. સુપાત્રને દાન દેવાથી અનંતગણું ફળ સામું મળે છે, ઈત્યાદિ દાનનું માહાસ્ય સ્થાપવા માટે મેં વાર્ષિક દાન આદિ દાનેથી વિશ્વના લોકોને મારી તરફ આવવાનો માર્ગ પ્રકાશિત કર્યો છે. લોકો મારા વર્તનને અનુસરી ઉ૫ચોગી અનેક પ્રકારનાં દાન કરશે તે તેને મારા પદને પામશે.
શ્રીમતી યશદાદેવી! લેકેને દાનને બોધ આપ. જડ અને જેના સર્વ પ્રકારના દાનથી જ જીવી શકે છે. એક ક્ષણમાત્ર પણ જાણતાં કે અજાણતાં કે દાન લીધા વિના જીવી શકતું નથી. બાહ્ય ધનાડિક દાન કરતાં આત્મસ્વરૂપનું દાન અનંતગણું ઉત્તમ છે. આત્મજ્ઞાનનું દાન તે જ અભયદાન છે. સાધુઓને અને સાદવીઓને આપેલું દાન અનંતગણું ફળ આપે છે. શ્રીમતી થશેદાદેવી! તું સર્વ પ્રકારનાં આધ્યાત્મિક તથા અન્નાદિક બાહ્ય દાન દે અને વિશ્વ પાસે દેવરાવ. ત્યાગનું સ્વરૂપ:
ત્યાગાવસ્થા એ મનુષ્યમાં કિજભાવ-પુનરુજજીવન-આત્મજીવન છે. મન-વાણી-કાયા વડે આત્માનો આત્મામાં પ્રવેશવાને માર્ગ તે ત્યામાગ છે. સર્વ પ્રકારની ઉપાધિઓથી જે જે અંશે મુક્ત થવું તે તે અંશે ત્યાગધર્મ છે. ગૃહસ્થ અને ત્યાગધર્મ એ બે જૈન. લમ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંને સાપેક્ષાએ આત્મોન્નતિ ગાદ્ધિ માટે જૈન ધર્મ છે. જે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે મારા ગૃહસ્થ છે ત્યાગીઓનું વતન કદાપિ અપવાદમાગે કે ઉત્સમાગે
For Private And Personal Use Only