________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરદેવની આશિષ
૪૨૯ અને ટાપટીપ વગેરેથી સુખની આશા રાખે છે તે સ્ત્રીઓ દેહ અને મનની શકિતઓને વિનાશ કરે છે. અનેક પ્રકારના ભેગોથી રોગ પ્રગટી નીકળે છે. જે સ્ત્રીએ મન, વાણ, કાયાને વશમાં રાખે છે અને તેના પર મોહનું સામ્રાજ્ય થવા દેતી નથી તે સ્ત્રીઓ દેશ, સંઘ, રાજ્ય, જૈનધર્મ અને કુટુંબ તેમ જ ઘરની દેવીઓ છે.
સ્ત્રીઓએ વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા આદિથી મારા સંઘની અને શાસનની ઉન્નતિમાં ભાગ લે. દેશની ગુલામગીરી થવા ન દેવી અને દુષ્ટ, પાપી, રાક્ષસ, અધમ, કૂર અને ખૂનીએના હાથમાં દેશ, ભૂમિ, રાજ્ય, સત્તા, લક્ષમી વગેરે ન જવા દેવાં. તેમાં સર્વ દેશની મારી બાળાઓ અને સ્ત્રીઓએ યથાશક્તિ ભાગ લે અને આત્મભેગ આપવામાં પાછું ન પડવું. ગરીબોને સહાય કરવી, પાપીઓને શિક્ષા કરવામાં ભાગ લેવો અને અસત્ય પક્ષને ત્યાગ કર—એ જ મારા પર શ્રદ્ધા–પ્રેમ રાખનારી સ્ત્રીઓને હિતશિક્ષા છે.
સ્ત્રી ઘરની દેવી છે. તે બાળકે ને ઉછેરનારી છે. સ્ત્રીઓ જ્યાં અજ્ઞાન છે, મેહી છે, વહેમી છે, ત્યાં લોકોની ઉન્નતિ નથી. સ્ત્રીઓએ નકામાં બેસી ગપ્પાં મારવાં નહીં અને કોઈપણ ઉદ્યોગમાં મચી રહેવું. સ્ત્રીઓએ સંતનો બેધ સાંભળ. બાળકની આગળ મારા સર્વાવસ્થાનાં ચરિતનું ગાન કરવું. સગાઓને સહાય કરવી. સુપાત્રે દાન દેવું. દેવ-ગુરુની નિંદા કે હેલના કરનારાઓને બોધ આપી મારા ભક્ત બનાવવા. મારા ધર્મનો સર્વ વિશ્વમાં પ્રચાર થાય તેટલા માટે સર્વસ્વ અર્પણ કરીને પ્રવર્તવું. મારા ધર્મના પ્રચાર માટે સર્વસ્વનો ત્યાગ કરે. સ્ત્રીઓએ મારી ભક્તિમાં મશગૂલ રહેવું. જેવા જેવા ભાવે બાલિકાઓ અને સ્ત્રીઓ મને જે છે તેઓને તેવા ભાવે હું મળું છું. જેએનું મન મારામાં છે તેઓ સર્વથા ઉઘોગી, ઉત્સાહી, વિવેકી બને છે. મુખથી સત્ય બોલવામાં કોંધમાન-માયા-લભ-કીતિ-ધન-સત્તાને ત્યાગ કરે
For Private And Personal Use Only