________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અધ્યાત્મ મહાવીર સ્ત્રીઓનાં અને પુરુષનાં શરીરે પરસ્પર એકબીજાના આત્માની ઉન્નતિમાં સહાયતાથે છે. તેઓને દુરુપયોગ કરવો એ જ મારી આજ્ઞાને ભંગ છે. જે ખંડ, દેશ, કામ અને જાતિની સ્ત્રીઓ મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે, મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારે છે, કુટુંબનું પ્રતિપાલન કરે છે, બાળકોને શિક્ષણ આપે છે, બાળકોને ભય આપતી નથી, તેને નાઉમેદ બનાવતી નથી, પશુઓ અને પંખીઓને સંભાળે છે, રાક્ષસની સામે પ્રસંગ પડે લડે છે અને ધર્મનું રક્ષણ કરે છે, મારા ધર્મને પ્રચાર કરે છે, દુષ્ટોના તાબામાં ફસાતી નથી, પતિની સાથે નીતિ-પ્રેમથી વર્તે છે અને પિતાના પતિ સિવાય અન્ય પુરુષને ભ્રાતા, પિતા, પુત્ર સમાન માને છે તેઓનાં હૃદમાં, ઘરમાં, કુટુંબમાં, કોમમાં, દેશમાં, ખંડમાં હ મહાવીરશક્તિના આવિર્ભાવે પ્રગટ છું અને ભવિષ્યમાં પ્રગટ હોઈશ.
જે સ્ત્રીઓ અતિથિએ ત્યાગીઓ અને ગુરુઓને સત્કાર કરે છે, જે સ્ત્રીએ પોતાના પતિએને વ્યસને અને દુર્ગુણથી અનેક ઉપાયો કરી પાછા હટાવે છે અને મારી ભક્તિના ભૂખ્યા બનાવે છે તે મારી ખરી ભક્તાણીઓ છે. જે બાળાઓ અને સ્ત્રીઓ અનેક નાસ્તિક, ધૂત અને પાખંડી લોકોની દુષ્ટ અને મિથ્યા બુદ્ધિથી અંજાતી નથી, ભરમાતી નથી, મારા પર ધારણ કરેલી શ્રદ્ધા, પ્રીતિ તેમ જ નેક-ટેકમાં જરા માત્ર પણ ન્યૂનતા આવવા દેતી નથી, ઊલટી શ્રદ્ધા-ભક્તિ-સદાચાર–નીતિ-પરોપકારમાં આગળ વધે છે અને મારા સ્વરૂપમાં લયલીન બને છે તેઓ મહાસતીઓ, આર્યાએ, સાધ્વીઓ, ગિનીઓ, ઉપાસિકાઓ, દેવીએ બને છે અને છેવટે મુક્ત, વીતરાગ અને અનંત જીવનવાળી બને છે.
જે સ્ત્રીઓ વારાંગના, વેશ્યા, ગણિકાઓના ધંધા કરે છે તેઓ દેશ, સંઘ, સમાજ અને રાજ્યની શકિતઓનો નાશ કરે છે અને લેથી તેઓની અગતિ થાય છેવેશ્યાવૃત્તિથી દેશમાં સ્થાને
For Private And Personal Use Only