________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. પ્રભુ મહાવીરદેવની આશિષ
પ્રભુ મહાવીરદેવઃ શ્રીમતી યશદાદેવી! તારી પરાભક્તિ છે અને તું મારી સંગતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પામી છે. તું ભૂતકાલીન અને વર્તમાનકાલીન સર્વ શાસ્ત્રમાં પંડિતા છે. તારામાં મારા ધ્યાનના પ્રતાપે અનેક લબ્ધિઓ ખીલી છે. સર્વ વિશ્વ તારા તાબે છે. ભવિષ્યમાં જે બાળાઓ અને સ્ત્રીએ તારાં પૂજન, સેવાભક્તિ, ધ્યાન, પ્રાર્થના કરશે તેઓ આર્ય સતીએ થશે અને તેઓ પિતાની ઇચ્છિત સર્વ શક્તિએ પામશે. ભવિષ્યમાં મારા નામની સાથે તારા નામને જે જાપ જપશે તેઓને તું દર્શન આપીશ અને તેઓની ઉન્નતિ થશે, એ હું આજ રાત્રિથી વિશ્વમાં આશીર્વાદમંત્ર સ્થાપન કરું છું. તારા પવિત્ર જીવનનાં ગાન જેઓ ગાશે તેઓ સર્વ પ્રકારે સુખી થશે. તારું નામ અને શક્તિ વિશ્વમાં અમર રહેશે. અનેક : સતીઓને તું સંકટસમયમાં મર્યાથી તરત સહાયક થઈશ. તારા નામનો જાપ જપનારી અને તારા અનેક ગુણેનું અનુકરણ કરનારી સ્ત્રીઓને ગર્ભકાળે દુઃખ પડશે નહીં અને તેઓના શિયળ વતનું રક્ષણ થશે.
મારા નામની સાથે તારું નામ જોડાશે. તારામાં પ્રેમ શ્રદ્ધા રાખનારા લોકોમાં પ્રેમભક્તિ ખીલી નીકળશે અને ગુપ્તપણે તેઓને સહાય મળ્યા કરશે. આ માસમાં તારું ગાન કરનારી સ્ત્રીએ
For Private And Personal Use Only