________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યદા મહાદેવીએ પ્રભુને કરેલું ઉધન ઉદ્ધાર થયેલ છે અને થશે. આપની સરસ્વતી વરૂપ પ્રિયદર્શના પુત્રીમાં આપનું જ્ઞાન ઊંડું ઊતરી ગયું છે અને તે ભવિષ્યમાં આપની સાથે વિદ્ધારના કૃત્યમાં સામેલ થશે. શ્રી સ્વયંભૂ પ્રત્યે ! આપ વિશ્વના સર્વ જી પર કૃપા કરી તેઓને ઉદ્ધરે. આપ પ્રત્યે ! પરમત્યાગને આદર્શ રજૂ કરીને વિશ્વના લેકેનું કલ્યાણ કરો.
આપના વિના અન્ય કંઈ હું ઈચ્છતી નથી અને દેખતી નથી. મારી મન-વાણી-કાયાની પ્રવૃત્તિ એ જ આપની પૂજા છે. મારું હૃદય તે આપનું સ્થાન છે. મારા સર્વ વિચારે તે આપની પૂજારૂપ બને. મારા મન-વાણ-કાયા તે આપને સર્વથા અને સર્વદા સ્વાર્પણ છે. કાને આપને શ્રવણ કરવા માટે છે, આંખે આપને જોવા માટે હે, જિહા આપના ગુણ ગાવા માટે હે, નાસિકા આપની ગુણસુગંધી લેવા માટે છે, હૃદય આપનું સ્મરણ કરવા માટે છે, પેટ આપની ભક્તિ માટે જીવનક્રિયાર્થ છે, હાથ અને પાદ આપની સેવાભક્તિ માટે હા, આભા આપ પ્રભુ મય જીવન જીવવા માટે હો. આપનું સર્વ તે મારું છે અને મારું સર્વ તે આપનું છે. આપની પરાભક્તિમાં જીવન જાય. મારા દિલમાં આપ સદા એક અખંડ ઉપગરસથી રસીલા દેખાય છે. આપની આજ્ઞામાં ધર્મ છે. આપ ત્યાગને આદર્શ બતાવી અધર્મમાં રાચીમાચી રહેલા લોકોને ધર્મમાર્ગમાં વાળો. આવતી કાલે માગશર વદી દસમે આપને ત્યાગદીક્ષા મહોત્સવ છે. દેવલોકમાંથી ઈન્દ્રો, દેવે અને દેવીઓ પધારવાનાં છે. ચોસઠ ઈન્દ્રો પધારવાના છે. આપના કાર્યમાં આપ પિતે જ મંગલભૂત થાઓ. આપના સંગમાં રહીને હું અધ્યાત્મ પરમારને આસ્વાદી કૃતાર્થ થઈ છું. હું આપને વંદુ છું, સ્તવું છું.
For Private And Personal Use Only