________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२०
અધ્યાત્મ મહાવીર કરી અને આપને હદયમાં રાખી વર્તમાનમાં તથા ભવિષ્યના કલિયુગમાં શાચારમાં પરિવર્તન કરવા છતાં જે કાળે અને જે દેશે જેમ કરવા યોગ્ય લાગે તે કરે અને વિવેકબુદ્ધિ આગળ કરી સ્વતંત્રપણે વર્તે, એ જ આપની આજ્ઞા છે.
આ૫ પરમાત્મા પ્રભુએ લોકોને સ્વાશ્રયી બનાવ્યા અને બનાવે છે. વરને બદલે નકામો વિરથી ન લે, મનુષ્યને સુધારવાની તક આપવી અને પિતાની ભૂલે પિતે દેખી સુધરે, એવું વર્તન રાખવા માટે વિશ્વમાં ધર્મોપદેશ દીધે. મનુષ્યાત્મા સર્વ વિશ્વપતિ છે અને તે આત્મગુણે પ્રગટાવી પરમાત્મા બને છે, એમ પરમસત્ય આપે જાહેર કર્યું તેથી મનુષ્ય અનેક દુર્ગુણથી મુક્ત થઈ આત્મશક્તિઓ પ્રગટાવવા પ્રયત્નશીલ થયા છે. આપે શ્રી ચંડપ્રોત રાજાને, શ્રી નન્દિવર્ધનને તથા શ્રી શ્રેણિકરાજાને નમૂનેદાર ઉત્તમ નીતિએ રાજ્યતંત્ર ચલાવવાને ઉપદેશ આપે છે અને તે પ્રમાણે તેઓ વર્તવા લાગ્યા છે. આપના ભક્ત એવા ગૃહસ્થ ગુરુએ આપની ભક્તિપૂર્વક વર્તાવા લાગ્યા છે અને સર્વત્ર સૂર્યના પ્રકાશની પેઠે આપના નામની જયાષણ થઈ રહી છે, તે કાણુ નથી જાણતું? રજોગુણ, તમોગુણ અને સત્વગુણના ધર્મની પેલી પાર સત્ય, નિત્ય, અખંડ, પૂર્ણ, ચિદાનંદ આત્મધર્મ છે–એવા આપ સ્વયં પ્રકાશી છે. તેથી આપની અલક્ષ્ય દશાને જે અનુભવે છે તે જ આપને પાર પામી શકે છે.
અસ્તિ-નાસ્તિમય આત્માના અનંત ગુણ-પર્યાની અનંત સૃષ્ટિના ઉત્પાદક, સંહારક અને સત્તાએ પ્રવાત્મક કે નિત્ય એવા આપે છે. આપના અનંત અસ્તિ-નાસ્લિરૂપ ગુણપર્યાની અનંત સૃષ્ટિઓ આપમાં ક્ષણે ક્ષણે ઉત્પાદ-વ્યય-ધ્રુવતાને પામ્યા કરે છે.
હે પ્રભે દેવાધિદેવ ! આ વિશ્વધર્મને ઉદ્ધાર કરવા માટે તીર્થકર દેહ ધાર્યો છે. આપના તીર્થંકર-અર્ક-પરમાત્માવતારથી કરડે અને અબજે લેકેનો વ્યાવહારિક અને ધાર્મિક
For Private And Personal Use Only