________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યશોદા મહાદેવીએ પ્રભુને કરેલું ઉધન ૪૧૯ અને ધર્મ પાળવામાં જે આ રક્ત રે છે તેઓને આપ આપના સમાન કરો છે.
હે સર્વજ્ઞ વિભે એકેશ્વર ! આપે સર્વ વિશ્વમાં ન્યાયધર્મ પ્રવર્તાવ્યો છે. સર્વ જીવો પર આપને એકસરખે સમાન ભાવ છે, પરંતુ આપના પર જે જીવો શ્રદ્ધા-પ્રેમ ધારણ કરે છે તેઓ શિવપદ પામે છે અને જેઓ આપનું નામ પણ લેતા નથી, આપના પર શ્રદ્ધા-પ્રીતિ ધારણ કરતા નથી, ધર્મનું આરાધન કરતા નથી એવા નાસ્તિક શિવપદ ન પામે તેમાં તેની ભૂલ છે. મરતાં પહેલાં બે ઘડી પણ જેઓ આપનું નામસ્મરણ કરે છે અને આપના પર શ્રદ્ધ-પ્રતિ ધરી આપનું શરણ સ્વીકારે છે તેઓને આપ ઉદ્ધાર કરે છે અને તેઓનાં સર્વ પાપ ધોઈ નાખે છે. સમુદ્રમાં મળનારી નદીઓ જેમ પિતાનાં નામ-રૂપ-રસનો ત્યાગ કરીને સાગરપતિને મળી તદ્રુપ બને છે, પછી તેનાથી જુદી થતી નથી, તેમ જે જે ખંડ, દેશ અને વર્ણના લેકે પોતાનાં નામ, રૂપ, સત્તા, લક્ષમી વગેરેને આપમાં હેમી આ૫ સ્વરૂપ બને છે અને પછીથી નામ, કીતિ, સત્તા, લક્ષ્મીને અંશમાત્ર મેહ થવા દેતા નથી તેઓ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, પરંતુ તેઓ સર્વથા પ્રભુપદ પામે છે. આપને પ્રભુ માનીને જે લેકે પ્રારબ્ધાનુસાર વર્તે છે તેઓ આપના જ છે.
પર બ્રા મહાવીર પ્રભે! આપે ત્યાગ અને સંયમનું સ્વરૂપ જણાવીને મારામાં અનંત જ્ઞાનના પ્રકાશની ઝાંખી કરાવી છે. આપના ધ્યાનમાં લીન થયેલા ત્યાગીએ અનેક પ્રકારના છે. ત્યાગીઓ, સાધુઓ, શ્રમણ, પરમહંસ, પરિવ્રાજકે, યોગીઓ, બ્રહ્મચારીમો અનગર, ભિક્ષુઓ, આર્યો, જિનકલ્પીઓ, વૈરાગીઓ, સ્થવિરકલ્પીઓ, અપ્રતિબદ્ધો, સંતે, પ્રત્યેકબુદ્ધ, મુનિઓ, તપસ્વીએ મુક્તો, મહંતે આદિ અનેક નામધારકે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવો અનુસાર આપ પરમબ્રા મહાવીરદેવનું ધ્યાન ધરી અને ભક્તિ
For Private And Personal Use Only