________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યશોદા મહાદેવીએ પ્રભુને કરેલું ઉદ્બોધન ૪૦૫ નથી તેથી શેક થાય છે.”
સખીઓને એ પ્રમાણે કહેવાથી રાજભવનમાં અને આખા નગરમાં શોકની વાત ફેલાઈ ગઈ અને તેથી નાચ, ઉત્સવ, ગાનતાન, વાજાં વાગવાં વગેરે સર્વ બંધ થઈ ગયાં. આખા નગરમાં ઉદાસીનતા છવાઈ ગઈ આખું નગર નિરાનંદમય થઈ ગયું. આ વખતે આપ એક દેશમાં સ્થિર રહ્યા હતા, પણ અવધિજ્ઞાનથી માતાના મનની વાત જાણી લીધી. આપ વિચારવા લાગ્યા કે “અહે, મેં મારી માતાની ભક્તિ નિમિત્તે કાયગુપ્તિ કરી હતી, પરંતુ માતાએ મારો ઉદેશ નહિ જાણે તેથી માતાને ઊલટો શેક થયો.” આપે મનમાં વિચાર કર્યો કે મારી માતાને મારા પર અત્યંત પ્રેમ છે તથા પિતાને પણ મારા પર અત્યંત પ્રેમ છે. તેથી માતપિતા જીવતાં હોય ત્યાં સુધી ગૃહ છેડી અનગારવ્રતરૂપ ત્યાગાવસ્થા નહીં સ્વીકારું.” પ્રિય પ્રભે! આપ માતાનાં પ્રેમ વાત્સલ્ય-ભક્તિથી ઉદરમાં હાલવા લાગ્યા. તેથી આપણી માતાને સંશય ટળ્યો અને તે વાતની રાજભવનમાં તથા નગરમાં જાણ થતાં સર્વત્ર ઉત્સવ, મહોત્સવ, નાટારંભ થવા લાગ્યા. સર્વત્ર હર્ષોલ્લાસ વધવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રીઓએ શાંતિક, તુષ્ટિક, પૌષ્ટિક કમ કર્યા અને આપના સ્તવને ગાવા લાગી.
પ્રિયદેવ મહાવીર પ્રભે ! પે માતાપિતા પર પ્રેમની પરાકાષ્ઠા બતાવી. આપની માતૃપિતૃભક્તિને અનંતવાર ધન્યવાદ ઘટે છે. કલિયુગમાં માતાપિતાની ભક્તિ માટે આપનું દૃષ્ટાંત બસ છે. પ્રભુ મહાવીરદેવ ! આપે આજ સુધીનાં આપનાં સર્વ જીવનવૃત્તાંતે મને જણાવ્યાં છે. આપે આપની માતાને પરમ સંતોષ આપે. એ આપ પ્રભુનું અત્યંત પ્રેમથી વહન કરવા લાગી. તે વખતે વૈદેહી ત્રિશલા માતાને વૃદ્ધ પંડિતાઓ નીચે પ્રમાણે શિખામણે આપવા લાગી. જોકે સર્વ શક્તિમતી વિદુષી વૈદેહી ત્રિશલાદેવી સર્વ બાબતેને જાણતાં હતાં, તે પણ તેઓ ગંભીર બનીને
For Private And Personal Use Only